ક્રાઇમ:મહેંદી હત્યા કેસમાં સચીનને આજે અદાલતમાં રજૂ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સચીનના છ દિવસના રિમાન્ડ મેળવીને રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ પૂર્ણ કરાઇ

શહેરના ચકચાર ભર્યા હિના હત્યા કેસમાં આરોપી સચીનના 6 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરી હતી. ગુરુવારે સચીનના રિમાન્ડ પુરા થઇ રહ્યા છે ત્યારે પોલીસ તેને ફરી અદાલતમાં રજુ કરશે. હિના હત્યાકેસમાં સચીનનો ગાંધીનગર પોલીસ પાસેથી કબજો મેળવ્યા બાદ તેને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન કર્યું હતું અને ત્યારબાદ સચીન ગાંધીનગર કેવી રીતે ગયો હતો અને કોને કોને મળ્યો હતો તે સહિતના મુદ્દા પર તપાસ કરવા પોલીસ સચીન દિક્ષીતને સાથે રાખીને ગાંધીનગર પહોંચી હતી.

વડોદરાથી ગાંધીનગર તે કઇ રીતે ગયો હતો અને બાળકને કઇ રીતે તરછોડયું હતું અને ત્યારબાદ તેના ઘેર જઇ તે કોને કોને મળ્યો હતો તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ રહી છે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં સચીનના માતા પિતા સહિતના પરિવારના સભ્યોના નિવેદન પણ લેવાયા હતા તથા અમદાવાદમાં સચીન સામે હિનાએ કરેલી ફરિયાદની પણ માહિતી મેળવતા ફરિયાદ બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ મંગળવારે મોડી સાંજે આરોપી સચિનને લઈને વડોદરા પોલીસની ટીમ વડોદરા પરત ફરી હતી. ગુરુવારે સચીનના રિમાન્ડ પુરા થઇ રહ્યા છે ત્યારે પોલીસ તેને ફરી અદાલતમાં રજુ કરશે.એમ આધારભૂત સાધનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...