તપાસ:ચકચારી મહેંદી મર્ડર કેસમાં આરોપી સચીનને મોડી સાંજે વડોદરા લવાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે આરોપી સચીન દીક્ષિતના રિમાન્ડ મેળવી હત્યા કેસમાં તપાસ કરાશે
  • તપાસ દરમિયાન આરોપીને ઘટનાસ્થળે લઇ જઇને રિકન્સ્ટ્રક્શન પણ કરાશે

રાજય ભરમાં ચકચાર જગાવનારા શહેરના હિના મર્ડર કેસમાં આરોપી પતિ સચીન દીક્ષીતને ગુરુવારે મોડી સાંજે વડોદરા પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટ થી વડોદરા લવાયો હતો આવતીકાલે સચીનના રિમાન્ડ મેળવીને પોલીસ સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ શરુ કરશે . તપાસ દરમિયાન આરોપીને ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન પણ કરાશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું. ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે પોલીસે સ્ફુર્તી રાખીને રાજસ્થાનના કોટાથી આ બાળકને તરછોડનારા તેના પિતા સચીન દિક્ષીતને ઝડપી લીધો હતો.

ત્યારબાદ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સચીન દિક્ષીતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી હત્યા કરી હતી જેથી વડોદરાની બાપોદ પોલીસે સચીન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે આરોપી સચીન સામે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી 14 ઓક્ટોબર સુધીમા રિમાન્ડ મેળવ્યા હતા દરમિયાન, આજે 14 ઓકટોબરે સચીનના રિમાન્ડ પુરા થવાના બાપોદ પોલીસની ટીમ ટ્રાન્સફર વોરન્ટ મેળવીને ગાંધીનગર પહોંચી હતી.

અને સચીનનો કબજો મેળવી ગુરુવારે મોડી સાંજે તેને વડોદરા લાવી હતી. પોલીસ હવે શુક્રવારે સચીનના રિમાન્ડ મેળવવાની તજવીજ કરશે . પોલીસ સચીન દિક્ષીતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસીસ ખાતે હત્યાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...