વડોદરા મહેંદી મર્ડર કેસ:સચિનના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યો, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાપોદ પોલીસે સચિન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો - Divya Bhaskar
બાપોદ પોલીસે સચિન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો
  • વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી સચિને મહેંદીની હત્યા કરી હતી

રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના મહેંદી મર્ડર કેસમાં આરોપી પ્રેમી સચિન દીક્ષીતના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બાપોદ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. વડોદરા કોર્ટે આરોપી સચિનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. બાપોદ પોલીસે આરોપીના 6 દિવસના રિમાન્ડ દરમિયાન ઝીણવટભરી તપાસ કરી હતી.

સચિને ફ્લેટમાં ગળુ દબાવી મહેંદીની હત્યા કરી
ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસે સ્ફુર્તી રાખીને રાજસ્થાનના કોટાથી આ બાળકને તરછોડનારા તેના પિતા સચિન દિક્ષીતને ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સચિન દિક્ષીતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી હત્યા કરી હતી, જેથી, વડોદરાની બાપોદ પોલીસે સચિન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે, આરોપી સચિન સામે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી 14 ઓક્ટોબર સુધીમા રિમાન્ડ મેળવ્યા હતા.

વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી સચિને મહેંદીની હત્યા કરી હતી
વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી સચિને મહેંદીની હત્યા કરી હતી

સચિનના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી
દરમિયાન, આજે 14 ઓકટોબરે સચિનના રિમાન્ડ પુરા થવાના બાપોદ પોલીસની ટીમ ટ્રાન્સફર વોરન્ટ મેળવીને ગાંધીનગર પહોંચી હતી અને સચિનનો કબજો મેળવી ગુરુવારે મોડી સાંજે તેને વડોદરા લાવી હતી. પોલીસે સચિનના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ પહેલા પોલીસ સચિન દિક્ષીતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસિસ ખાતે હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

બોપલમાં આરોપીને સાથે રાખીને તપાસ કરી હતી
આ પહેલા સચિન અમદાવાદના બોપલ ખાતે મૃતક હીના ઉર્ફે મહેંદી તેના માસા-માસીના ઘરે રહેતી હતી. જેથી સચિન ત્યાં જતો હોવાને લઇ આજે ગાંધીનગર પોલીસ દ્વારા આરોપી સચિનને બોપલ ખાતે રિકન્સ્ટ્રક્શન માટે લઇ જવામાં આવ્યો હતો . સોમવારે ગાંધીનગર પોલીસ તેને પેથાપુર ગૌશાળા ખાતે લઇ ગઈ હતી. બોપલની સંગીતા મેટરનિટી હોસ્પિટલ લઈ જવાયો હતો.

બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી
બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી

મહેંદીની ગળું દબાવી હત્યા કરી
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખ્સ જતો રહ્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.

સચિન અને મહેંદી લિવ ઇનમાં રહેતાં હતા
ત્યાર બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને લઇને વડોદરા રહેવા આવ્યો હતો. અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં સચિન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને સચિન અને મહેંદી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસ નામની બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં.

મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો
મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો

બંને વચ્ચે ઝઘડો થયા બાદ મહેંદીનું ગળું દબાવી દીધું
ત્યારબાદ છેલ્લા સપ્તાહમાં સચિનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં મહેંદીએ સચિનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે તેમ કહી તેણે વિરોધ કર્યો હતો. મહેંદીએ સચિનને કહ્યું હતું કે, મને સાથે રાખો અથવા બાળકની જવાબદારી મારી એકલાની નથી તે મુદ્દે ઝઘડો થયો હતો. ગત 8 તારીખે પણ બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હતી. તે પછી મહેંદીની લાશને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે બેગ મૂકી દીધી હતી. ત્યારબાદ બાળક શિવાંશને લઇને તેનાં માતા-પિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાતના સુમારે પેથાપુર ગૌશાળા પાસે બાળકને મૂકી દઇ પોતાના ઘેર જતો રહ્યો હતો અને સવારે તે પરિવાર સાથે યુપી જવા રવાના થયો હતો.

પિતાએ છૂટાછેડા લીધા હોવાથી મહેંદી કાકા પાસે રહેતી, પછી માસી સાથે ગઈ
મહેંદીના કાકા મુન્નાભાઈ બાબુભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, મહેંદીનું ઉપનામ હિના છે અને મહેંદી મહેબુબભાઇ પેથાણીએ કેશોદમાં ધો. 10 સુધીનો સેન્ટ પીટર્સ સ્કૂલમાં ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કર્યો હતો. તેના પિતા મહેબુબભાઇએ પત્ની આરતી સાથે છૂટાછેડા લીધેલા હોવાથી મહેંદી મારી સાથે રહેતી હતી. ધોરણ 10 પછી કેશોદમાં ઇંગ્લિશ અભ્યાસક્રમ ન હોવાથી તેના પિતા જૂનાગઢ અને ત્યારબાદ અમદાવાદ રહેવા જતાં રહ્યા હતા અને ત્યારે મહેંદી પણ અમદાવાદ જતી રહી હતી. મહેંદીના અગાઉ તેના ખોજા જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયેલાં હતાં, જેમાં તેણે છૂટાછોડા લીધા હતા. તેણી મહેંદી કરવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ તે જીદી સ્વભાવની હતી. મહેંદી તેનાં માસી સાથે રહેવા લાગી ત્યારબાદ આ ઘટના બની હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...