એજયુકેશન:યુનિવર્સિટી ક્વાર્ટર્સ માટે ધસારો 100થી વધારેનું વેઇટિંગ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MSUમાં 5 વર્ષ પહેલા ક્વાર્ટર્સ ખાલી રહેતાં હતા
  • સ્ટાફ વધતાં ​​​​​​​નવા ક્વાર્ટર્સ બનાવવાની તાતી જરૂર

એમ.એસ.યુનિવર્સિટીમાં કર્મચારીઓને રહેવા માટે ક્વાર્ટર્સ મેળવવા ધસારો જોવા મળી રહ્યો છે. 100 થી વધારેનું વેઇટીંગ હાલમાં છે. 5 વર્ષ પહેલા ક્વાર્ટર્સ ખાલી રહેતા હતા જોકે હવે ટીચીંગ-નોન ટીચીંગની સંખ્યા વધતા ધસારો જોવા મળી રહ્યો છે.

યુનિવર્સિટીના કર્મચારીઓને રહેવા માટે 450 જેટલા કર્વાર્ટસ આવેલા છે. જેમાં ટીચીંગ અને નોન-ટીચીંગ બંનેનો સમાવેશ થાય છે. અત્યારે તમામ ક્વાર્ટર્સ ભરેલા છે. પાંચ વર્ષ પહેલા ક્વાર્ટર્સ ખાલી રહેતાં હતા જોકે અત્યારે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. શહેર બહારથી આવેલા કર્મચારીઓ ટીચીંગ તરીકે ફરજ પર જોડાયા છે. તેવી જ રીતે નોન-ટીચીંગની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે હાલમાં ક્વાર્ટર્સ માટે વેઇટીંગ જોવા મળી રહ્યું છે. ટીચીંગમાં 30 લોકોનું વેઇટીંગ છે જયારે નોન-ટીચીંગમાં 100 જેટલા કર્મચારીઓ ક્વાર્ટર્સ માટે વેઇટીંગ હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના કાળ પહેલા યુનિવર્સિટીના કર્મચારીઓ માટે નવા ક્વાર્ટર્સ બનાવવા માટેની વિચારણા કરવામાં આવી હતી. જોકે કોરોના પછી પરિસ્થિતિ બદલાતા સમગ્ર પ્રોજેકટ અભરાઇ ચડાવી દેવાયો હતો. જોકે હવે ટીચીંગ-નોન ટીચીંગની સંખ્યા વધતા ફરી એક વાર યુનિવર્સિટીમાં નવા ક્વાર્ટર્સ ઉભા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...