રમત-ગમત:વડોદરામાં યોજાયેલી AITA ચેમ્પિયનશિપ સિરીઝ(CS-7)ની ફાઈનલમાં બેંગાલુરુના ટેનિસ પ્લેયર રૂહાન કોમાંદુરે જીત મેળવી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેનિસ પ્લેયર - Divya Bhaskar
ટેનિસ પ્લેયર

જાણીતી BTPA સ્પોર્ટ્સ એકેડેમી, વડોદરામાં યોજાયેલી AITA ચેમ્પિયનશિપ શ્રેણી(CS-7) અન્ડર-12 બોય્ઝમાં બેંગાલુરુરૂના રુહાન કોમાંડુરે ટોચના ક્રમાંકિત અને સ્થાનિક હીત કંદોરિયાને 6-7(7-2), 6-2 6-3થી હરાવી ફાઇનલમાં જીત મેળવી હતી. રુહાને ફાઇનલમાં પહોંચવા માટે અન્ય તમામ ખેલાડીઓને સીધા સેટમાં હરાવ્યા હતા.

વડોદરામાં પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ શ્રેણી રમાઇ વડોદરામાં આ પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ શ્રેણી રમાઇ હતી અને આનાથી સમગ્ર ગુજરાતની શ્રેષ્ઠ ટેનિસ પ્રતિભાઓને પ્રથમ સ્થાન મળ્યું છે. બેંગાલુરુની બિશપ કોટન બોય્ઝ સ્કૂલનો વિદ્યાર્થી રુહાન આવી વધુ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવા અને નામ રોશન કરવા માટે રાજ્યોમાં પ્રવાસ કરવાની યોજના ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...