તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાજિક વનીકરણ વિભાગે ખેડૂતો તેમના ખેતરમાં ખેતીના પાકોની સાથે વૃક્ષ ઉછેર કરે તેવા હેતુસર એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષ ખેતીની યોજના અમલમાં મૂકી છે. છોટાઉદેપુર જિલ્લામાં હવે રૂદ્રાક્ષના વૃક્ષો થશે, તે દિવસો દૂર નથી. વડોદરા જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગે આ વૃક્ષ ખેતીમાં વિવિધતા અને આવક આપવાની ક્ષમતા વધારવા નર્સરી ઓમાં ગુજરાતમાં પ્રચલિત નથી એવી નોખી પ્રજાતિઓના રોપાઓનો ઉછેર શરૂ કર્યો છે. જેને વૃક્ષ ખેતી હેઠળ ખેડૂતોને વાવેતર માટે આપવાનું આયોજન છે.
અનયુઝવલ કહી શકાય તેવી વૃક્ષોની પ્રજાતિઓનું વાવેતર
આ અંગે જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે આ અનયુઝવલ કહી શકાય તેવી પ્રજાતિઓમાં ચંદન, રક્ત ચંદન, સીતા અશોક અને રૂદ્રાક્ષ જેવી પ્રજાતીઓનો સમાવેશ થાય છે જે બહુધા આપણા વિસ્તારમાં થતી નથી. ચંદન, રક્ત ચંદનના રોપા ઉછેરવામાં પ્રાથમિક સફળતા મળી છે.તો વડોદરા જિલ્લામાં રૂદ્રાક્ષના ઉછેરમાં મુશ્કેલીઓ જણાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની નર્સરીમાં રૂદ્રાક્ષના વાવેતરમાં અંકુર ફૂટવા જેવી ખૂબ જ પ્રાથમિક પરંતુ આશા જગાવતી સફળતા મળી છે.
સાગ અને વાંસ પણ ઉછેરવામાં આવી રહ્યા છે
વન વિભાગના નેતૃત્વ હેઠળ રાજ્યના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં વિવિધ પ્રકારના વૃક્ષોની ખેતી માટેના રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આ રોપાઓ ખેડૂત માટે સોનાના ઈંડા આપતી મરઘીનું જેમ ફાયદાકારક બને છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં રકતચંદન, સીતા અશોક, ચંદન, તુલસી અને રૂદ્રાક્ષના રોપા 11 નર્સરીઓમાં કેળવવામાં આવ્યા છે. તેની સાથે આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ ગણાતા તાડના વૃક્ષો ઘટી રહ્યા છે ત્યારે તેના રોપાઓનો ખાસ ઉછેર શરૂ કરાવવામાં આવ્યો છે.તેની સાથે સાગ અને વાંસ પણ ઉછેરવામાં આવી રહ્યા છે.
4 નર્સરીમાં બાંબુ, તાડ અને ડ્રેગન ફ્રૂટના રોપા તૈયાર
ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓને વૃક્ષ ખેતી અર્થે વન વિભાગ અને પંચાયતના સહયોગથી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં આવેલી 4 નર્સરીમાં બાંબુ, તાડ અને ડ્રેગન ફ્રૂટના રોપા તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લાની ૭ નર્સરીમાં રકતચંદન, ચંદન, સીતા અશોક, તુલસી અને રૂદ્રાક્ષના રોપા તૈયાર કરવામાં આવ્યા છે.
પર્યાવરણની જાણવણી માટે આધુનિક પદ્ધતિનો પ્રચાર
વૃક્ષ ખેતીમાં વિવિધતા અને ગુણવત્તા વધારવા માટે વન વિભાગ દ્વારા આ પ્રત્યે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. વૃક્ષ ખેતીના હેતુમાં વિકાસ લાવવા, વન વિભાગ મલબારી લીમડો અને સરગવાની ખેતીને પ્રોત્સાહન આપે છે. વૃક્ષ ખેતીની પદ્ધતિ ખેડૂત માટે ઘણી લાભદાયી રહે છે. જમીનના અમુક ભાગમાં વૃક્ષ ખેતી અને બીજા ભાગમાં બીજી ખેતી કરવાથી ખેડૂતની આવકમાં વૃદ્ધિ થાય છે અને એક વાર પાક મેળવી લીધા પછી બીજી વારના પાક પર ખેડૂતને સબસિડી મળે છે. વૃક્ષ ખેતીનો મુખ્ય હેતુ ખેડૂતને ખેતીમાં વૃદ્ધિ અને પર્યાવરણની જાણવણી માટે આધુનિક પદ્ધતિનો પ્રચાર કરવાનો છે. આ પદ્ધતિ ફક્ત ખેડૂત જ નહિ, પરંતુ પર્યાવરણ, સમાજ અને બીજા અનેક જીવોને લાભદાયી સાબિત થઈ રહ્યું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.