તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:RTEમાં ખોટું સોગંદનામું કરનાર સામે પગલાં ભરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ દરમિયાન 2900 જેટલાં ફોર્મ ભરાયાં
  • જન્મનો દાખલો ન હોય તો સોગંદનામું કરવાનું રહેશે

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે જન્મનો દાખલો મહત્વનો દસ્તાવેજ છે. જોકે જન્મનો દાખલો ન હોય તો વાલીઓએ ફિક્સ ફોર્મેટમાં સોગંદનામું કરી જમા કરાવવાનું રહેશે. જેમાં વાલીએ તમામ વિગતો ભરીને રજૂ કરવાનું રહેશે. સોગંદનામું ખોટું હોવાનું જણાશે તો વાલી સામે પોલીસ ફરીયાદ દાખલ કરાશે.

આરટીઇમાં ધો.1 માં પ્રવેશ માટે હાલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે. જોકે ઘણા વાલીઓ પાસે બાળકનો જન્મનો દાખલો ન હોય તેવા કિસ્સામાં વાલીઓ દ્વારા સોગંદનામું અપાતું હતું. પરંતુ તેમાં ભૂલો રહી જતી હોવાનું ધ્યાને આવતાં સરકારે આ વખતે ફિક્સ ફોર્મેટમાં જ વાલીને સોંગદનામું રજૂ કરવા સૂચના આપી છે.

દર વર્ષે સોગંદનામાને લઇ થતા વિવાદો ટાળવા પણ વિભાગ દ્વારા ફોર્મેટ તૈયાર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ વખતે જન્મનો દાખલો ના હોય તેવા વાલીઓએ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ફોર્મટ મુજબ જ સોગંદનામું રજૂ કરવાનું રહશે. જો કોઇ વાલી દ્વારા પ્રવેશ માટે ખોટું સોગંદનામું બનાવી રજૂ કર્યું હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રવેશ પણ રદ કરાશે. બીજી તરફ હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઇ છે. 3 દિવસમાં 2900 ફોર્મ ભરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...