તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાયોટિંગ:હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી બાદ RSSના સ્વયં સેવકો પર સાંકરદામાં પથ્થરમારો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામસામે ફરિયાદ, 4 જણાની અટકાયત કરાઈ

સાંકરદામાં સોમવારે RSSના કાર્યક્રમ બાદ પથ્થરમારો થયો હતો. બંને જૂથે સામસામે ફરિયાદ આપતાં પોલીસે રાયોટિંગ, મારામારી સહિતના ગુના નોંધી 4ની અટકાયત કરી છે.

સાંકરદાના RSS સ્વયં સેવક કુનાલ પટેલે ફરિયાદમાં જણાવ્યું કે, 4થી તારીખે હિન્દુ સામ્રાજ્ય દિવસની ઉજવણી બાદ સ્વયં સેવકો છૂટા પડતા હતા ત્યારે પથ્થરમારો થયો હતો. સાંકરદાના ઈશાન મલ્લઇ પટેલ, શૈલેષ ઉર્ફે સુધીર પઢિયાર, શૈલેષ મફત ચાવડા તથા સન્ની સુરેશ વાંસફોડાએ સ્વયં સેવકોને માર માર્યો હતો. ગેરકાયદે પ્રવૃત્તિની માહિતી અપાતી હોવાની અદાવતે આ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. નંદેસરી પોલીસે ચારે સામે ગુના નોંધ્યા હતા. જ્યારે સામા પક્ષે ધવલ વાંસફોડાએ ફરિયાદમાં જણાવ્યું કે, રાતે બસ સ્ટેન્ડ નજીક 5 લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં તેને મારી વાહનને નુકસાન કર્યું હતું. વિશાલ ઉર્ફે અજય ગોહિલ, શિવમ પરમાર, જયેશ પરમારે ઈશાન પટેલને મારી નાખવા ધમકી આપી હતી. RSSને આપેલી જમીન પર ફેન્સિંગ કર્યું હોવાથી તેના સંદર્ભે ધવલે કુનાલ પટેલને કહ્યું હતું અને તેની અદાવતે હુમલો કરાયો હતો. પોલીસે 4 સામે ગુના નોંધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...