તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી સહાય:સ્ટાર્ટઅપ માટે 2 સ્કૂલોને રૂા.3.35 કરોડનું ભંડોળ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર વિકસાવવા સરકારી સહાય
  • ન્યૂ એરા-આનંદ વિદ્યા વિહાર દ્વારા છાત્રોને પ્લેટફોર્મ અપાશે

ગુજરાત સરકાર દ્વારા ઇન્ક્યુબેટર્સ અને સ્ટાર્ટઅપ માટે સહાયની યોજનામાં બે સંલગ્ન શાળાઓ ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ અને આનંદ વિદ્યા વિહાર માટે સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર વિકસાવવા ૩૩૫ લાખનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. સ્ટાર્ટ અપ્સમાં નવીનતા અને સર્જનાત્મકતા માટેના તેમના જુસ્સાને આગળ ધપાવી શકશે.

ગુજરાત સરકાર રાજ્યભરમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતાના અવકાશને વિકસાવવા માટે અનેક પહેલ કરી રહી છે. આવા સપોર્ટ પ્લેટફોર્મ દ્વારા, ઇન્ક્યુબેટર્સ અને સ્ટાર્ટ-અપ્સ માટેની સહાય યોજનાએ ઉદ્યોગ સાહસિકતાના અવકાશને વધુ વ્યાપક બનાવવા તરફ પ્રયાસો કર્યા છે.

શહેરની બે શાળાઓ ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ અને આનંદ વિદ્યા વિહારને ભંડોળ ફાળવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અનેક નવીનતાઓ અને ટેકનીકલ સર્જનાત્મકતા માટેની તકો પ્રદાન કરશે. આ ભંડોળ દ્વારા, શાળા સંચાલકો ફ્ક્ત શાળામાં જ નહીં પરંતુ રાજ્યની સમગ્ર સ્ટાર્ટ-અપ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમમાં યોગદાન આપી શકશે.

ન્યૂ એરાની સ્કૂલના ડિરેક્ટર, શશી કેલકર જણાવ્યું હતું કે, ઈન્ક્યુબેશન સેન્ટર માટે આવા ભંડોળ સહાય રાજ્યની શાળાને આપવામાં આવનારી પ્રથમ પ્રકારની છે. અમે ચોક્કસપણે તેનો ઉપયોગ અમારા વિદ્યાર્થીઓ માટે અગણિત પ્લેટફેાર્મ બનાવવા માટે કરીશું. એટલું જ નહીં આ પ્રયાસોથી વિદ્યાર્થીઓની નવીનતામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...