શિક્ષણ:પ્રખરતા શોધમાં પ્રથમ આવનાર એક હજાર વિદ્યાર્થીને રૂા.1 હજાર અપાશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 9 ના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ કસોટી 7 ફેબ્રુઆરીએ યોજાશે

ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી 7 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાનો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રખરતા શોધ કસોટીમાં 100-100 ગુણના બે પ્રશ્નપત્રો રહેશે. સાચા જવાબનો 1 ગુણ આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબ માટે 0.33 ગુણ કપાશે. પર્સન્ટાઈલ પ્રમાણે પ્રથમ આવનારા 1000 વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂ.1 હજાર આપવામાં આવશે. પ્રશ્નપત્ર-1 માં ગુજરાતીના 30 ગુણના 30 પ્રશ્નો, અંગ્રેજીના 30 ગુણના 30 પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના 30 ગુણના 30 પ્રશ્નો અને સામાન્ય જ્ઞાનના 10 ગુણના 10 પ્રશ્નો મળી કુલ 100 ગુણના 100 પ્રશ્નો હશે.

પ્રશ્નપત્રમાં 1થી 100 પ્રશ્નો આપેલા હશે તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે. ખોટા જવાબ માટે 0.33 માર્ક કપાશે. વિદ્યાર્થીઓને 120 મિનિટનો સમય અપાશે. પ્રશ્નપત્ર-2 માં ગણિતના 40 ગુણના 40 પ્રશ્નો, વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો અને માનસિક ક્ષમતાના 20 ગુણના 20 પ્રશ્નો મળી કુલ 100 ગુણના 100 પ્રશ્નો હશે અને તેના જવાબો લખવા માટે 120 મિનિટનો સમય અપાશે.

અન્ય સમાચારો પણ છે...