અનોખો વિરોધ:બ્રિજની આડસો પર‘પતરા હટાવો’ લખનાર 152 જણને રૂા.100 ચૂકવ્યા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વેજલ વ્યાસ દ્વારા વડીવાડી ફાયર સ્ટેશન પાસે ઝુંબેશ આદરાઈ હતી. - Divya Bhaskar
સ્વેજલ વ્યાસ દ્વારા વડીવાડી ફાયર સ્ટેશન પાસે ઝુંબેશ આદરાઈ હતી.
  • ગેંડા સર્કલ પાસેના ટ્રાફિક મુદે સામાજિક કાર્યકરનો અનોખો વિરોધ
  • સ્વેજલના પિતાની એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી જતાં 20 મિનિટ લાગી હતી

શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજ બનાવવાની કામગીરીમા કોન્ટ્રેક્ટર દ્વારા રોડ પર મુકાયેલી આડસોના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવી રહી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરે અનોખો વિરોધ કરી આડસો પર પતરા હટાવો લખનારને 152 લોકોને રૂ. 100લેખે નાણા ચૂકવ્યા હતા.ગેંડા સર્કલથી મનીષા ચોકડી તરફ જતા માર્ગ પર વર્ષોથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલે છે. કામગીરી કરી રહેલા કોન્ટ્રકટર દ્વારા રોડ પર અડધે સુધી લોખંડની આડસો મૂકી રસ્તો રોક્યો છે. જેથી છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિક જામ થાય છે.

જોકે બીજી તરફ ટ્રાફિક પોલીસ કે તંત્ર આ બાબતે આંખ મિચામણા કરી રહ્યું છે. બે મહિના અગાઉ સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસના પિતાને એમ્બ્યુલન્સમાં લઇ જતી વેળાએ ટ્રાફિકના કારણે ભારે પરેશાની ભોગવવી પડી હતી. ટ્રાફિકમાંથી નીકળતા 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જેથી સ્વેજલ વ્યાસે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

તેણે જાહેર કર્યું હતું કે જે રોડ પર મુકાયેલી આડસો પર જે વ્યક્તિ ‘પતરા હટાવો’ લખી વિરોધ કરશે તો તેને રૂ. 100 આપશે. સ્વેજલના કહેવા મુજબ બુધવારે વડીવાડી ખાતે 152 લોકોએ આડસો પર પતરા હટાવો લખી વિરોધ દર્શાવ્યો હતો. જેમને રૂ. 100 લેખે 15,200નું ચુકવણું કર્યું છે. જ્યારે 50 જેટલા લોકોને તેણે ઓનલાઈન ચુકવણું કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...