તસ્કરી:બે ઘરમાંથી રૂા. 3.81 લાખની ચોરી, આજવા રોડ અને ગોત્રીમાં ધોળા દિવસે તાળા તૂટ્યા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં આજવા રોડ અને ગોત્રી રોડ પર ભર બપોરે ચોરીનો બનાવ સામે આવ્યો છે.આજવા રોડ પર આ‌વેલી બહાર કોલોનીમાં રહેતા અહેમદ અલ્હાબક્ષ શેખ રવિવારે પોતાની નાની બહેનના ઘરે નડિયાદ ગયા હતા. ઘર બંધ હોવાનો લાભ લઈને ચોરોએ ઘરમાં ધાડ પાડી હતી અને 1,85,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અહેમદને જ્યારે ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો એને ઘરને અસ્તવ્યસ્ત જોતા ચોરીની જાણ થઈ હતી. અહેમદ શેખે આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીવી હતી.

તો બીજી બાજુ શહેરના ગોત્રી વિસ્તારની શ્રધ્ધાનગર સોસાયટીમાંમાં રહેતા શૈલેષ બાલુભાઈ રોહીત ગત શનિવારે બપોરના સમય દરમ્યાન પોતાની પત્નિ સાથે બહાર ગયા હતા. ઘર બંધ જોતા તસ્તકરો ઘરમાંથી 1,96,000નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. શૈલેષભાઈ અને તેમની પત્નિ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમને ચોરી અંગે જાણ થઈ હતી. શૈલેષભાઈએ ચોરીની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બંન્ને કેસમાં પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...