તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ષડયંત્ર:જમીનના રૂા. 6.63 કરોડ લેવા માટે મૃતકનું ખોટું વિલ બનાવ્યું

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શેરખીમાં જમીન પચાવવા કારસો કરનાર 12 સામે ફરિયાદ
 • વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઇવે માટે સંપાદન વેળા કરાયેલું ષડયંત્ર

શેરખીમાં 12 જણાએ મૃત વ્યક્તિના નામનું બોગસ વિલ બનાવી તે વિલને રેવન્યુ રેકોર્ડમાં સાચા તરીકે દાખલ કરવાનો પ્રયાસ કરી જમીન પડાવી લેવાનો કારસો રચ્યો હોવાના આરોપ સાથેની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાં આરોપ લગાવાયો હતો કે, આ જમીન વડોદરા મુંબઇ એકસપ્રેસ હાઇવે માટે સંપાદનની કાર્યવાહીમાં હોવાથી 6.33 કરોડ પડાવી લેવાના આશયથી આ કૃત્ય રચાયું હતું.

પિલોલમાં રહેતા રમેશ ભગવાનભાઇ સોલંકીએ તાલુકા પોલીસમાં મધુબેન રાયસંગભાઇ સોલંકી, રામા શંકરભાઇ પરમાર, રતનસિંહ ભુપતસિંહ પરમાર, રમેશ ગોપાલભાઇ ફળદુ પટેલ, શિવલાલ દલપતભાઇ, રતીલાલ રયજીભાઇ, ગણપત ગોતાભાઇ ચૌહાણ, રેવાબેન શનાભાઇ સોલંકી, સુરેશ છગનભાઇ પરમાર, કમલેશ જે. ઠક્કર, બુધા સોલંકી તથા મહીજી મેલાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે, આ શખ્સોએ મૃત્યુ પામનારા મહીજીભાઇ મેલાભાઇના મૃત્યુના કેટલાક દિવસ પહેલાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બનાવટી વિલ ટાઇપ કરી બનાવી બે જણાએ સાક્ષી તરીકે સહિઓ કરી હતી. નોટરી રૂબરૂ પાછલી તારીખોમાં નોટરીના કોઇ જ નોંધ નંબર વગર નોટરાઇઝર કરાવ્યું હોવાનું દર્શાવ્યું હતું અને રૂબરૂના સિક્કા કરાવી ખોટું અને બનાવટી વિલ ઊભું કરી તેને સાચા તરીકે રેવન્યુ રેકોર્ડમાં મામલતદાર સમક્ષ કાચી નોંધ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત મૃતકના ખોટા અને બનાવટી અંગૂઠા મારી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે, આ જમીન વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેના સંપાદનની કાર્યવાહીમાં હતી અને તે જમીન પૈકી એક જમીન સંપાદનમાં ગઇ છે અને તેના 6.63 કરોડ મેળવી લેવાના ઇરાદાથી કૃત્ય કરાયું હતું. તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો