પરવાનગી અપાઈ:રૂા. 94 લાખના ખર્ચે 4 નાઇટ શેલ્ટર માટે સામાન ખરીદાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજ કરતાં 22.55 ટકા ઓછા ભાવે ખરીદી કરાશે
  • સ્થાયી સમિતિ દ્વારા પરવાનગી અપાઈ

વર્ષ 2021માં લાલબાગ, વડસર, અક્ષરચોક અને સોમા તળાવ ખાતે કરોડોના ખર્ચે નાઈટ શેલ્ટર હોમ બનાવાયાં હતાં. જેનો સામાન ખરીદવા 94 લાખનો ખર્ચ કરાશે. પાલિકાની UCD શાખાએ 2021માં 4 વિસ્તારોમાં નાઈટ શેલ્ટર બનાવ્યાં હતાં. કરોડોના ખર્ચે લાલબાગ, વડસર, અક્ષરચોક અને સોમા તળાવ ખાતે બનાવેલા નાઈટ શેલ્ટર પૈકી લાલબાગ નાઈટ શેલ્ટરનું અગાઉ લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ નાઈટ શેલ્ટરનો સામાન ખરીદી કરવાનું નક્કી કરાયું છે. તાજેતરમાં સ્થાયી સમિતિમાં નાઈટ શેલ્ટરમાં સામાન ખરીદવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી.

જેમાં ઇજારદારે અંદાજ કરતાં 22.55 ટકા ઓછા એટલે કે 94.27 લાખમાં સામાનની ખરીદી કરવાની તૈયારી બતાવતાં સ્થાયીએ મંજૂરી આપી છે. બેડ, ગાદલાં, ઓશિકાં, ચાદર, ધાબળા, રસોડાનો સામાન, કબાટ, ટેબલ, ખુરશી સહિતની ખરીદી કરાશે. અટલાદરામાં વધુ એક નાઈટ શેલ્ટર બનાવવાની કામગીરી હાથ પર લેવાઇ છે અને તેનો સામાન પણ ખરીદાશે.

અન્ય સમાચારો પણ છે...