તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:છાણીની રૂ. 12 લાખની ચોરીમાં 25 સોસા.ના CCTV ફંફોસાયા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

છાણી કેનાલ રોડ પર રહેતા દવાના વેપારીના બંધ મકાનમાં પ્રવેશી તસ્કરો રૂા. 12.34 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. આ ગુનાની તપાસમાં છાણી પોલીસે આસપાસની 25 સોસાયટીનાં મકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, છતાં તસ્કરોના કોઈ સગડ મળ્યા નથી.

છાણી કેનાલ રોડ પર આવેલા પ્રિત બંગલોમાં રહેતા ચેતન પટેલ પરિવાર સાથે રક્ષાબંધન કરવા માટે પાટણ ખાતે ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવ્યા હતા. મકાનમાં રૂમના કબાટ ખુલ્લા અને સામાન વેરવિખેર જણાયો હતો, લોકરમાં રહેલા ડાયમંડ, સોના-ચાંદીનાં ઘરેણાં અને 50 હજાર રોકડા સહિત કુલ રૂા. 12.34 લાખની મતા તસ્કરો લઈને પલાયન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...