તસ્કરી:માતા-પિતાની સારવાર માટે ઉછીના લીધેલા રૂા. 50 હજારની તફડંચી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફતેપુરા લાલ અખાડા પાસે ડિકીમાંથી ચોરી
  • રૂા.70 હજાર પૈકી રૂા.50 હજારનું બંડલ ચોરાયું

મહારાષ્ટ્રમાં રહેતા માતા-પિતા સહિતના પરિવારના બીમાર સભ્યોને નાણાં મોકલવા માટે આંગડિયા પેઢીમાંથી ઉછીના લીધેલા રૂા. 70 હજાર પૈકી રૂા. 50 હજાર રોકડ મોપેડની ડિકીમાંથી ચોરી થતાં સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.આ બનાવ અંગે પોલીસના જણાવ્યા અનુસાર કિશનવાડી કબીરચોક વિસ્તારમાં રહેતો પ્રતીક નિઝામા રહે છે. તે લાઈટ બોર્ડ બનાવવાનું કામ કરે છે. ગત 12મી તારીખે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતા તેમના મિત્ર જીતુભાઈનો ફોન આવ્યો હતો કે, તારાં માતા-પિતા અને ભાઈની તબિયત ખરાબ છે.

જેના માટે તેઓએ 13મી તારીખે સુલતાનપુરા ઘડિયાળી પોળમાં આવેલી રજનીકાંત આંગડિયા પેઢીમાંથી રૂા. 70 હજાર લીધા હતા. તેમાંથી રૂા. 400નો ચાર્જ કાપી પેઢીમાંથી રૂા. 69,600 મોપેડની ડેકીમાં મૂકી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ફતેપુરા લાલ અખાડા નજીક આવેલી દુકાનમાંથી સામાન લેવાનો હોવાથી ત્યાં પાર્ક કર્યું હતું, ત્યાંથી સામાન લઈ ઘરે ગયા હતા. દરમિયાન ઘરે જઈ જોતા ડિકીમાંથી રૂા. 50 હજારનું બંડલ ગાયબ હતું.

જ્યારે બીજા રૂા.19,600 મળી આવ્યા હતા. તેઓએ ઘડિયાળી પોળ સુલતાનપુરા પાસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક અજાણ્યો શખ્સ તેનો પીછો કરતો જણાયો હતો. ઘટના બાદ તેણે પોલીસ ભવન ખાતે અરજી આપી હતી. ત્યારબાદ 23 દિવસ પછી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ બનાવમાં 1 શખ્સને ઝડપી પાડ્યો હતો. વિવિધ લોકોની પૂછતાછ કરીને પોલીસે તપાસને ગહન બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...