ધરપકડ:રૂા. 2.13 કરોડની ચોરીનો આરોપી સોલાપુરથી ઝબ્બે, આરોપીને પકડવા પોલીસે 4 દિવસ ફીલ્ડિંગ ભરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ​​​​​​​દર્દીના સગાના સ્વાંગમાં આરોપીનો રૂમ ભાડે લઇ પકડ્યો

ચાલુ ટ્રેને આણંદ રેલવે સ્ટેશન પાસે બે કરોડ રૂપિયા કરતાં વધુની મતાની ચોરી કરી નાસી જવાના બનાવમાં ચાર વર્ષથી નાસતા-ફરતાં વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી રેલવે એલસીબીએ ઝડપી પાડયા હતો.રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 13-7-18ની રાત્રે એકથી 7 વાગ્યા દરમિયાન પુરી-અમદાવાદ એકસપ્રેસના એસી કોચમાંથી ડોંડાઇચાથી આણંદ રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરની બેગમાં રાખેલા સોનાના દાગીના મળી કુલ કિ રૂા.2,13,83,648ની ચોરી થઇ હતી.

જેમાં આરોપી સુભાષ યશવંત જાદવ, પંડિત અર્જુન પવાર અને રમેશ ઉર્ફે ગોટીયા શિવાજી જાદવને ઝડપી રૂા.1,76,93,558નો મુદામાદ રીકવર કર્યો હતો. જ્યારે મૂળ સોલાપુરનો વોન્ટેડ વિષ્ણુ ઉર્ફે મેજર કિશન ધોલવે (ઉ.વ.61)વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ થતાં રેલવે એલસીબીના સુરતના પોસઇ એમ.એમ.તલાટી, વડોદરાના હે.કો. મેહુલકુમાર હીરભાઈ સહિતની ટીમે સોલાપુર જિલ્લાના બારસી વિસ્તારમાંથી ધોલવેને ઝડપી આણંદ રેલવે પોલીસને સોંપ્યો હતો. ધોલવે મીલિટરીનો પૂર્વ કર્મચારી છે.

મેજર ધોલવેને પકડવા રેલવે એલસીબીએ સોલાપુરના બારસીની કેન્સર હોસ્પિટલ પાસે મેજર ધોલવે પાસેથી જ દર્દીના સગા થઇને રુમ ભાડે લઇ 4-5 દિવસ રૂમમાં રોકાયા હતા. બંનેેએ ધોલવે પર નજર રાખી પકડાય તેવો તખ્તો ગોઠવી પીઆઈ ઉત્સવ બારોટને લીલી ઝંડી આપતાં જ તેને ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...