તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇબર ક્રાઇમ:રૂા. 9.50 લાખની ઠગાઇ કરનાર દિલ્હીથી ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બરોડા ટ્રેડર્સ કો.ઓપ બેંકનું ઇ-મેલ આઇડી હેક કર્યું હતું
  • ખાતા નંબર બદલી ઠગાઈ કરનારને 3 દિવસના રિમાન્ડ

ધી બરોડા ટ્રેડર્સ કો.ઓપ બેંકની હાથીખાના શાખાનું ઈ-મેલ આઈડી હેક કરી બેંક ખાતાં બદલીને ગઠિયાએ પોતાના બેંક એેકાઉન્ટ નંબર મેઈલ કરી 9.50 લાખ આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીના ગઠિયાને ઝડપી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ધી બરોડા ટ્રેડર્સ કો.ઓપ બેંકની ગેંડીગેટ રોડ શાખાના આસિ. મેનેજર કલ્પેશ પટેલે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં 16 જૂને ફરિયાદ નોંધાવી હતી કે, 8 એપ્રિલ, 2019ના રોજ હાથીખાના શાખામાંથી ગેંડીગેટની શાખામાં આરટીજીએસ મારફતે 4.50 લાખ આઈસીઆઈસીઆઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનો મેઈલ આવ્યો હતો અને ખાતાના બેનિફિશિયરી નામ હરીગોવિંદ તિવારી હતું. કલ્પેશભાઈએ ઈ-મેલના આધારે 4.50 લાખ ICICI બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ જ રીતે 9 એપ્રિલ, 2019ના રોજ કલ્પેશભાઈએ 5 લાખ ઉપરોક્ત એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

આસિસ્ટન્ટ મેનેજરે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, તે ખાતાના ધારકને રૂપિયા ન મળતાં તેણે બેંકનો સંપર્ક કર્યો હતો. જેથી જાણ થઈ હતી કે, હાથીખાનામાં આવેલા બેંકનું ઈ-મેઈલ આઈડી હેક કરી એકાઉન્ટ નંબર બદલી નાખી 9.50 લાખ ટ્રાન્સફર કરાવી દેવાયા હતા. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પહોંચી હરીગોવિંદ સબાનંદ તિવારીને ઝડપી વડોદરા લવાયો હતો અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...