માંજલપુરની સરકારી સ્કૂલમાં પરવાનગી વિના ખાનગી કાર્યક્રમ યોજવા બાબતે ભાજપના વોર્ડ 18ના કોર્પોરેટર કલ્પેશ પટેલે પગી સાથે ગાળાગાળી કરતાં વિવાદ સર્જાયો હતો. આ બાબતની જાણ થતાં જ મેયરની સૂચનાથી કાર્યક્રમ કરવા માટેની થયેલી લાગત રૂા. 9 હજાર ભરાવવામાં આવી છે.
ગત 12મી તારીખે માંજલપુર ગામમાં ભાજપના કાર્યકરના ઘરે શ્રીમંતનો કાર્યક્રમ હતો, જેનો જમણવાર નજીકની શિક્ષણ સમિતિની શાળાના પ્રાંગણમાં રાખતા પગીએ મંજૂરી અંગે પૂછયુ઼ હતું. જેને પગલે ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલો દાદાગીરી કરી ડિપોઝિટ અને ભાડું ભર્યા વિના કાર્યક્રમ કરવા માટે પગી પર દબાણ કર્યું હતું.
જેને લઇને વિવાદ સર્જાયો હતો. આખરે મેયર કેયુર રોકડિયાની સૂચનાથી શાળામાં યોજાયેલા કાર્યક્રમ માટે ભાડું અને ડિપોઝિટ તેમજ વીજ બિલ પેટે રૂા. 9 હજારની વસૂલાત કરવામાં આવી હતી. મેયરે એવી સ્પષ્ટ સૂચના પણ આપી હતી કે, જો પ્રસંગ કરનાર આ ફી ન ભરે તો કાઉન્સિલરને કહો તે નાણાં ચૂકવી આપે. શાસનાધિકારી જણાવ્યું હતું કે, વેકેશનના સમયમાં કાર્યક્રમ માટે શાળા ભાડે આપતા હોય છે. જેમાં 4 હજાર ડિપોઝિટ અને 4 હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.