ઝુંબેશ:10 મીટરોમાં વીજચોરી પકડાતાં રૂ.7.50 લાખ દંડ, મોગલવાડા સહિતના વિસ્તારમાં ચેકિંગ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રાહકો સામે કલમ 135 હેઠળ કાર્યવાહી કરાઇ

પાણીગેટ સબડિવિઝનના માસૂમ ચેમ્બર, મટન માર્કેટ, બકરી ચૌક, ખાટકીવાડ, મોગલવાડા સ્થાનિક પોલીસને સાથે રાખીને સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 220 વીજ જોડાણો ચેક કરાતા 10 જોડાણમાં વીજચોરી સપાટી પર આવી હતી. જેમાં કલમ 135 હેઠળ કાર્યવાહી કરાઇ હતી. વીજ ચોરીનું બિલ રૂા.7.5 લાખ જેટલું આકારવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં વીજ કંપનીએ ચેકિંગ હાથ ધરતાં ઉતેજના વ્યાપી હતી.

વીજ કંપનીના સૂત્રો મુજબ પાણીગેટ વિસ્તારમાં વીજ ચોરી કરનારા કેટલા સમયથી વીજ ચોરી કરતા હતા તેની જાણ નથી, પરતું કોઈ પણ વીજ ગ્રાહક વીજ ચોરી કે વીજ ગેરરિતીમાં પકડાય તો તેને એક વર્ષનું બીલ ફટકારવામાં આવે છે. સાથે દંડની રકમ ગણીએ તો 18 મહિનાના બીલની રકમ જેટલા રૂપિયા ભરવા પડે છે.

જો ગ્રાહક બીલ અને દંડની રકમ ભરવા તૈયાર ના થાય તો તેનું વીજ જોડાણ કાપી નાંખવામાં આવે છે.ગત મહિને માંડવી પેટા વિભાગીય કચેરીના નેજા હેઠળના વિસ્તારોમાં ચેકિંગ કરાતા 9 જોડાણમાં વીજચોરી તથા ગેરરીતિ સપાટી પર આવી હતી. તમામ કેસમાં કલમ 135 હેઠળ જોડાણ બુક કરવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...