તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રૂા. 2.53 કરોડના પતરાનું બિલ મંજૂરી માટે ફરી રજૂ

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1.28 કરોડના પતરાં બમણા ભાવે ખરીદયા હતા
 • 7 મહિના અગાઉ દરખાસ્ત પર નિર્ણય લીધો ન હતો

કોરોના કાળમાં ઉત્તર ઝોનમાં લાગેલા પતરાં કાંડને ફરી એક વખત ખુલ્લો કરવામાં આવ્યો છે અને રૂ.2.53 કરોડના બીલને મંજુરી આપવાની ભલામણ આપતી દરખાસ્ત સાત મહિના બાદ ફરી એક વખત સ્થાયી સમિતિના એજન્ડામાં ચડાવવામાં આવી છે.કોરોનામાં નાગરવાડા મચ્છીપીઠ ,સૈયદપુરા વિસ્તારના નાગરિકો અવરજવર ન કરે તે માટે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરવા રાતોરાત બમણા ભાવે પતરા ખરીદાયા હતા.

દોઢ કરોડની અંદાજિત બજારકિંમત ધરાવતાં આ પતરાની પાલિકાએ અઢી કરોડમાં ખરીદી કરી હતી અને તેને હવે કચેરીમાં ધૂળ ખાવા માટે મુકી દેવાતા આગામી દિવસોમાં તેને ભંગારના મે પછી અડધા ભાવે જે તે ઇજારદાર જ ખરીદી લે તેવો કારસો ગોઠવાયો છે.

ભાવ વધારા માટે આવા કારણો રજૂ

 • લોકડાઉનમાં આટલી સંખ્યામાં તાત્કાલિક પતરા મળી શકશે નહીં.
 • પતરાં પહોંચવાડવા ટ્રાન્સપોર્ટેશનની પૂરતી વ્યવસ્થા નથી અને જે છે તે મોંઘી છે.
 • પતરા લાવીને લગાડવા માટેના મજૂરો પણ નથી.
 • તાત્કાલિક ખરીદી કરવાની હોવાથી ઇજારદારોએ તાં.24 જુલાઈ, 2020ના રોજ જે ભાવ આપ્યો હતો તેમાં મૂળ 150% નો વધારો આપ્યો હતો અને પાછળથી 97 % પર ભાવ નક્કી કર્યા હતો
 • ઇજારદાર પોતે પણ કોવિડ પોઝિટિવ થયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો