તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરામાં બેંક મેનેજર સાથે 25 લાખની છેતરપિંડી, બેંકના નામે ખોટો ઈ-મેઈલ કરીને ભેજાબાજે પૈસા ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉમા કો.ઓપરેટિવ બેંક લિમિટેડના જનરલ મેનેજર સાથે 25 લાખની છેતરપિંડી
  • બેંકના નામે ખોટો ઈમેઈલ નાખી ભેજાબાજે IDBI બેંકના ખાતામાંથી 25 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

નિઝામપુરા વિસ્તારમાં આવેલી ઉમા કો.ઓપરેટિવ બેંકના નામે ખોટો ઈમેઈલ કરી બેંકના કરંટ એકાઉન્ટમાંથી રૂપિયા 25 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી અજાણ્યા ભેજાબાજે ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. બનાવ સંદર્ભે બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેંક મેનેજર છેતરપિંડીનો ભોગ બન્યા
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ઉમા કો.ઓપરેટિવ બેંક લિમિટેડમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા શશીકાંત શિર્કેએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રેસકોર્સ ખાતે આવેલી આઇડીબીઆઈ બેંકની શાખામાં તેમની બેંકનું કરંટ એકાઉન્ટ છે. જેનો ઉપયોગ ફક્ત પોતાના નામે વિવિધ બેંક ખાતામાં અથવા અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે કરે છે. બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે તેમની બેંકના લેટરપેડ ઉપર ટાઇપ કરેલ પત્રમાં અધિકારીઓની સહી કર્યા બાદ તેને સ્કેન કરી આઈડીબીઆઈ બેંકના મેઈલ આઇડી ઉપર મોકલવામાં આવે છે. ત્યારબાદ ખરાઇ કરીને એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થાય છે.

25 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા
વર્ષ 2018 દરમિયાન 28મી જૂનના રોજ આઈડીબીઆઈ બેંકના કર્મચારીએ જણાવ્યું હતું કે, 25 લાખ રૂપિયા થર્ડ પાર્ટી રેમિટન્સ માટે ઉમા બેંક તરફથી મેઈલ મળ્યો હતો. જેથી 25 લાખ રૂપિયા દિલ્હી ખાતે આવેલી આઇસીઆઇસીઆઇ બેંકના પૂજા એન્ટરપ્રાઇઝ ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. જે મેઈલની ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ બેંક સ્ટાફની સંડોવણી જણાતી નથી. ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે