શહેરના વાઘોડિયા રોડ પર હરિયાલી રેસ્ટોરન્ટ સામેના ભાગમાં બપોરના સુમારે પાર્ક કરાયેલી એક્ટિવાની ડેકી તોડીને પંદર મિનિટના ગાળામાં તસ્કરોએ ડેકીમાંથી 60 હજારના સોનાના દાગીનાની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આ ગુનો આચરનારા કુખ્યાત ગની એરટેલ ઉસ્માન શેખ અને સહેજાદ ઉર્ફે ડોનને ઝડપી લીધા હતા.
બાપોદ જકાતનાકા પાસે ધરતી ટેનામેન્ટમાં રહેતા તુષાર ચંદુભાઇ ભગોરાની એક્ટિવાની ડેકીમાં દાગીના મુકયા હતા. દરમિયાન એક્ટિવાની ડિકીનું લોક તોડી સોનાના 4 સિક્કા, 1 મંગળસુત્રની વાટકી તથા કાનની ઇયરીંગ મળીને અંદાજે 60 હજારના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન ક્રાઇણ બ્રાન્ચની ટીમે બનાવમાં સંડોવાયેલા કુખ્યાત તસ્કર ગની ઉર્ફે એરટેલ ઉસ્માન શેખ (રહે, ઇન્દીરાનગર, હાથીખાના) તથા સહેજાદ ઉર્ફે ડોન અનવરખાન પઠાણ (રહે, રહેમતનગદર, હાથીખાના)ને ઝડપી લીધા હતા અને બંનેને પાણીગેટ પોલીસને સોંપ્યા હતા. બંને પાસેથી 60 હજારના દાગીના રીકવર કરાયાા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.