ઉદયપુર-અમદાવાદ રેલવે લાઈન પર બનેલા પુલ પર શનિવારે વિસ્ફોટ કરાતાં વડોદરા રેલવે ડિવિઝનમાં પણ રેલવે પોલીસ અને રેલવે તંત્રને હાઈએલર્ટ કરાયું છે. વડોદરા સ્ટેશન ખાતે પ્લેટફોર્મ અને વડોદરા શહેર નજીકના ટ્રેકની તપાસ ડોગ સ્કવોડ અને પોલીસ દ્વારા કરાઈ હતી.ઉદયપુર-અમદાવાદ રેલવે લાઈન પર બનેલા પુલ પર વિસ્ફોટને પગલે ટ્રેકમાં તિરાડો પડી હતી.
સ્થળેથી વિસ્ફોટનો સામાન મળ્યો હતો. જેથી વડોદરા રેલવે ડિવિઝનમાં આરપીએફ અને રેલવે તંત્રને હાઈએલર્ટ પર રખાયું છે. પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધીક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે ‘વડોદરા રેલવે સ્ટેશન ખાતેના તમામ પ્લેટફોર્મ અને ટ્રેકની આસપાસ તથા વરણામા અને મકરપુરા તથા છાણી અને કરજણ ખાતે ડોગ સ્કવોડ સાથે તપાસ હાથ ધરી હતી. રેલવે પોલીસ શકમંદો પણ નજર રાખી રહી છે. વડોદરા રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ‘ઉદયપુરની ઘટનાના પગલે વડોદરા રેલવે ડિવિઝનમાં તદેકારી માટેના તમામ પગલાં લેવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.