વડોદરા ખાતે આયોજિત 21 ગન સેલ્યૂટના વિન્ટેજ કાર્સના શોમાં બીજા દિવસે વિન્ટેજ કાર્સના માલિક રાજવીઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. જેમાં ગૌતમ સિંઘાનિયા, વિજય પતિ સિંઘાનિયા, પવન મુંજાલ, યોહાન પુનાવાલાસ રવિ અવલૂર અને આશિષ જૈને શો નિહાળ્યો હતો. દિલ્હીમાં 76 વિન્ટેજ કાર્સ અને મ્યુઝિયમના માલિક એડવોકેટ દલજિત ટાઇટસ પણ તેમની બુગાટી સાથે આવ્યાં હતા. બીજા દિવસે 32 હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
મહારાણી ચિમણાબાઇની 1937ની રોલ્સરોઇસ (બરોડા-3) સાથે આવેલા દિલ્હીના આશિષ જૈને જણાવ્યું કે, ‘મહારાણીને આ કાર પસંદ ન આવતા પરત મોકલી હતી. જેને તે સમયના ફ્રાંસના ડિઝાઇનર કેલનરે ફરી ડિઝાઇન કરી હતી. આ કારને ઓરિજિનલ કાર્સની જેમ રિસ્ટોર કરાઇ છે.’ શોમાં 5 હજાર સીસીની 87 વર્ષ જૂની કેડિલેક સાથે આવેલા મુંબઇના પ્રધ્યુમન આશરે જણાવ્યું કે, આ કાર એક લિટરે 3નું એવરેજ આપે છે. આ કારને નિયમિત ફેરવવી હોય તો મારે આરબ શેખોની જેમ કૂવા રાખવા પડે.’ જ્યારે દિલ્હીમાં વિન્ટેજ કારનું મ્યુઝિયમ ધરાવતા અને 76 વિન્ટેજ કારના માલિક દલજિત ટાઇટસે જણાવ્યું હતું કે, મેં બરોડા સ્ટેટની 40 દુર્લભ કાર્સ વિશે એક પુસ્તક લખ્યું છે જેનું વિમોચન આવતીકાલે થશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.