• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Rotary Club Of Baroda Cosmopolit In Vadodara Donates Blood Bank Of Van Sayaji Hospital Equipped With State of the art Facility To Save Blood

સેવાકીય પ્રવૃત્તિ:વડોદરામાં રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટને અદ્યતન સુવિધાથી સજ્જ મોબાઇલ બ્લડ કલેક્શન વાન સયાજી હોસ્પિટલની બ્લડ બેંકને દાનમાં આપી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
29 લાખની કિંમતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ મોબાઇલ બ્લડ કલેક્શન વાનની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકને દાનમા આપી હતી - Divya Bhaskar
29 લાખની કિંમતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ મોબાઇલ બ્લડ કલેક્શન વાનની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકને દાનમા આપી હતી
  • રક્તદાન સેતુ વાનથી રક્તદાન પ્રવૃત્તિ અંતરિયાળ ગામો સુધી વિસ્તારવામાં મદદ મળશે: ડો.રંજન ઐયર

વડોદરામાં રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટન દ્વારા બ્લડને ઠંડા વાતાવરણમાં સાચવવા રૂ.29 લાખની કિંમતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ મોબાઇલ બ્લડ કલેક્શન વાનની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકને દાનમા આપી હતી. પ્રશાંત જાની અને પ્રકાશ મસંદ સહિતના રોટરી પદાધિકારીઓએ આ વાન સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને રોટરી ક્લબના સક્રિય સદસ્ય ડો.રંજન ઐયરને બ્લડ બેંકમાં ઉપયોગ માટે અર્પણ કરી હતી.

અમારા કાર્યકાળનું આ શ્રેષ્ઠ માનવસેવા કાર્ય છે
આ પ્રસંગે રોટરી પદાધિકારીએ જણાવ્યું હતું કે, અમારા કાર્યકાળનું આ શ્રેષ્ઠ માનવસેવા કાર્ય છે. સમુદાય માટે કશુંક નક્કર કરવાની અમારી મહેચ્છા આ સખાવતથી ફળીભૂત થઇ છે. હરતી ફરતી બ્લડ બેંક જેવી આ વાન અમિતાભ બચ્ચનની મેકઅપ વાન જેવી સુંદર અને સુવિઘાયુક્ત છે તેવા શબ્દોમાં પોતાનો આનંદ વ્યક્ત કરતાં તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, આ વાનની મદદથી સયાજી હોસ્પિટલ બ્લડ બેંકની પ્રવૃત્તિઓ વેગવાન બનશે અને અમે રક્તદાન પ્રવૃત્તિને અંતરિયાળ ગામડાઓ સુધી વ્યાપક બનાવી શકીશું.

રક્તના 100 પાઉચ ઠંડા વાતાવરણમાં સાચવવાની સગવડ છે
આ વાન જનરેટરથી સુસજ્જ હોવાથી વીજ પ્રવાહ ન હોય ત્યાં પણ એસી અને ફ્રીજર ચાલુ રાખી શકાય એવી જાણકારી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, તેના ફ્રીજરમાં દાનમાં મળેલા રક્તના 100 પાઉચ ઠંડા વાતાવરણમાં સાચવવાની સગવડ છે. રકતદાતા આરામથી લોહી આપી શકે તે માટે બે રિકલાઇનર કાઉચ, ચાર્જિંગ પ્લગ જેવી આધુનિક સગવડો છે. આ રક્તદાન સેતુ વાહનથી બ્લડ બેંકની કામગીરીમાં સક્રિયતા વધશે અને સંવર્ધન થશે.

રોટરી ક્લબ સયાજી હોસ્પિટલને અવારનવાર સહાય કરે છે
ડો.રંજન ઐયરે રોટરી ક્લબ સયાજી હોસ્પિટલને અવારનવાર સાધનસામગ્રીની સહાય દ્વારા મદદરૂપ બને છે, તેના ઉલ્લેખ સાથે સંસ્થાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...