તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:વડોદરા નજીક કરચિયા ગામે રોટલી બાબતે ઝઘડેલા રૂમ પાર્ટનરનો સાથીદાર પર ચપ્પુથી હુમલો

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમવાના મુદ્દે હુમલો થયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
જમવાના મુદ્દે હુમલો થયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
  • જમવામાં રોટલી ખૂટયા બાદ બાજુના રૂમમાંથી રોટલી લાવતા યુવક ઉશ્કેરાયો હતો

વડોદરા શહેરના છેવાડે કરચિયા ગામમાં જમવામાં રોટલી બાબતે બાખડેલો રૂમ પાર્ટનર સાથીદારને ચપ્પુ ના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો જવાહરનગર પોલીસે આ અંગે હત્યાની કોશિષનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

જમવાના મુદ્દે ઝઘડો
મૂળ મધ્યપ્રદેશના બીના તાલુકામાં આવેલ બેરખેરી ગામના વતની અને હાલમાં કરચિયા ગામ ખાતે આવેલી રાજસ્થાન કોલોનીમાં રહેતા ઓમપ્રકાશ થાનસિંગ સિંધી રિફાઇનરી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર લેબર તરીકે નોકરી કરે છે. તેઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારના રોજ તેઓ પોતાના રૂમ પર પહોંચ્યા ત્યારે સેતાનસિંગ, નરેન્દ્ર, દશરથ તેમજ ધર્મેન્દ્રએ જમ્યા બાદ તેઓની માં માટે માત્ર બે રોટલી રાખી હતી જેથી તેઓ રોટલી ઓછી પડશે તેવું વિચારી રૂમ નંબર 46 અને ૪૭માં ગયા હતા.

ઈજાગ્રસ્તને સયાજીમાં ખસેડાયા
તેઓના ગામના બીજા માણસો રહે છે બીજા દિવસે રવિવારે ધર્મેન્દ્રસિંહએ સેતાનસિંગને ફોન કરી જણાવ્યું હતું કે "તમે રૂમ નંબર 46 અને ૪૭ માં રહેતા લોકો પાસેથી રોટલી કેમ લાવ્યા હતા. હવે તેઓ રોટલી ના બદલામાં પાંચ કિલો લોટ માંગે છે ."આ દરમિયાન સેતાનસિંગને અને ધર્મેન્દ્રસિગ ઝઘડી પડતા ધર્મેન્દ્રએ અચાનક શાકભાજી સમારવાનું ચપ્પુ સેતાનસિંગના બગલ નીચે પાસળી ના ભાગે હુલાવી દીધું હતું. જેથી સેતાનસિંગ લોહીલુહાણ હાલતમાં કણસી રહ્યા હતા. અને ઘટનાના પગલે લોકટોળા મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ ધર્મેન્દ્ર ત્યાંથી નાસી છૂટયો હતો ઇજાગ્રસ્ત સેતાનસિંગને પ્રથમ બાજવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો . જ્યાં હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેઓની હાલત નાજુક છે.

પોલીસે તપાસ આદરી
ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે ધર્મેન્દ્રસિંગ વિંદાવન લૉધી ( રહે - રૂમ ન : ૪ ચેતનભાઈ પટેલની ચાલી, રાજસ્થાન કોલોની પાસે, કરચિયા ગામ, વડોદરા) વિરુદ્ધ હત્યાની કોશિશ ,મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા