દુર્ઘટના:વડોદરામાં કુબેરભવનમાં તલાટીની ઓફિસમાં છતનો પોપડો પડ્યો, તલાટીનો બચાવ

વડોદરા25 દિવસ પહેલા
પોપડો પડતા ઈલેક્ટ્રિક બોર્ડને પણ નુકસાન પહોંચ્યું હતું. - Divya Bhaskar
પોપડો પડતા ઈલેક્ટ્રિક બોર્ડને પણ નુકસાન પહોંચ્યું હતું.
  • પ્રથમ માળે રૂમ નંબર 103માં કસબા તલાટીની ઓફિસમાં પોપડો પડ્યો

વડોદરામાં કલેક્ટર કચેરી પાસે આવેલ કુબેરભવનમાં તલાટીની ઓફિસમાં છતમાંથી પોપડો પડ્યો હતો. જો કે ઘટનામાં તલાટીનો આબાદ બચાવ થયો હતો. આજે બપોરે પ્રથમ માળે રૂમ નંબર 103માં કસબા તલાટીની ઓફિસમાં અચાનક છતનો પોપડો તૂટી પડ્યો હતો. સદનસિબે આ બનાવમાં તલાટી મહેન્દ્ર સુરતીનો આબાદ બચાવ થયો હતો.

પોપડો પડતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા હતાં.
પોપડો પડતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા હતાં.

કોઈ ઈજા નહી
ઘટના અંગે વડોદરા કસબા તલાટી મહેન્દ્ર સુરતીએ જણાવ્યું હતું કે, મેં ઓફિસ ખોલીને સફાઇ કરનાર કર્મચારીને બોલાવ્યા હતા. આ દરમિયાન છતમાંથી સિમેન્ટનો એક મોટો પોપડો ખરી પડ્યો હતો. જો કે તેના કારણે મને કોઇ ઈજા નથી થઇ. છત જર્જરિત હોવા અંગે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે. ગ્રાન્ટ ફાળવાશે તે પ્રમાણે કામ થશે.

રોજે રોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તેમની સલામતીને લઈને સવાલો ઉભા થયા છે.
રોજે રોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તેમની સલામતીને લઈને સવાલો ઉભા થયા છે.

ઈમારત જોખમી
ઉલ્લેખનીય છે કે, કુબેરભવનમાં સરકારી કચેરીઓ હોવાથી દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આવી રીતે પોપડા પડવા એ કોઇ માટે જોખમી સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...