ગુજરાત મેલમાં 43 વર્ષીય યુવક મુંબઈ જઈ રહ્યો હતો. મુસાફરી દરમિયાન તે સગીરાને અશ્લીલ વીડિયો બતાવી શારિરીક અડપલા કરીને છેડતી કરતો હતો. જેની જાણ થતા સગીરાના માતા-પિતાએ રેલવે પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. રેલવે પોલીસે ટ્રેન વડોદરાની હદમાં આવતા તેની અટકાયત કરી હતી.
મુંબઈના રેહવાસી પ્રિતમ પૈયર (ઉ.વ 43) શુક્રવારે ગુજરાત મેલમાં સફર કરીને અમદાવાદથી મુંબઈ જતો હતો. ટ્રેનમાં તેની સીટની સામે એક પરીવાર બેઠો હતો, જેમાં એક સગીરા હતી. પ્રિતમ મોબાઈલમાં અભદ્ર-અશ્લીલ વીડિયો સગીરાને બતાવવાનો પ્રયાસ કરતો હતો અને તેને કોઈને કોઈ બહાને શારીરિક અડપલાં કરવાનો પ્રસાય કરતો હતો.
આ વિશે જ્યારે સગીરાનાં માતા-પિતાને જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક ટ્રેનમાં હાજર પોલીસને પ્રિતમ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી રેલવે પોલીસે વડોદરા હદમાં પ્રિતમની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.