તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાના સેવાસી ગામમાં રહેતી પરિણીત મહિલાના નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ ખોલીને બીભત્સ વાતો કરતા રોમિયો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને વડોદરા તાલુકા પોલીસે રોમિયોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતાએ રિપ્લાય ન આપતા રોમિયોએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કામિનીબેન(નામ બદલ્યું છે) સેવાસી ખાતે રહે છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર NICK7_53 નામનું એકાઉન્ટ ધરાવે છે. તેઓના એકાઉન્ટ અને ફોટાનો અજાણી વ્યક્તિએ ઉપયોગ કરીને WOUNDERLUST_ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને બીભત્સ લખાણ લખી મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું. પરિણીતાએ કોઈ રિપ્લાય ન આપતા અજાણ્યા મોબાઇલ રોમિયોએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
રોમિયોએ પરિણીતા પાસે નગ્ન ફોટોની માંગણી કરી
આ ઉપરાંત અજાણ્યા યુવાને કામિનીના ફોટોનો ઉપયોગ કરી X8890890 નામનું ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટના માધ્યમથી ફરી વખત કામિની સાથે બીભત્સ રીતે વાતચીત શરૂ કરી હતી અને કામિની પાસે તેના નગ્ન ફોટોની માંગણી કરી હતી. દરમિયાન કામિનીએ રોમિયોનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કામિનીએ પોતાનું એકાઉન્ટ બ્લોક કર્યાં બાદ મોબાઇલ રોમિયો અજાણી વ્યક્તિએ અન્ય બીજા એકાઉન્ટથી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ રોમિયોની ધરપકડ
મોબાઇલ રોમિયો કામિની ઉપરાંત તેના પરિવારને પણ હેરાન કરવાનું શરૂ કરતાં કામિનીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે મોબાઇલ તેમજ સર્વેલન્સ ટીમની મદદથી મોબાઈલ રોમિયો વૈભવ જગદીશરાવ તોડકર(રહે, બી-21 કેશવ પાર્ક સોસાયટી, નવા નરોડા, અમદાવાદ)ની ધરપકડ કરી છે. 21 વર્ષીય વૈભવ તોડકર જમીન દલાલીનો વ્યવસાય કરે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.