કોમર્સ ફેકલ્ટીમાં 13 ડિસેમ્બરથી ટીવાયની મીડ સેમ પરીક્ષાઓનો પ્રારંભ થશે. જો કે 200થી વધારે વિદ્યાર્થીઓએ ફી છેલ્લી તારીખે ભરી હોવાથી તેમના રોલ નંબર આવ્યા નથી. જેથી તેમને પરીક્ષામાં બેસવા દેવાશે નહીં. જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેમણે એરીયર ટેસ્ટ આપવો પડશે.
એમ.એસ.યુનિની કોમર્સ ફેકલ્ટીમાં 13 ડિસેમ્બરથી એસવાય બીકોમની મીડ સેમ પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે. કોમર્સ ફેકલ્ટીના 4 બિલ્ડિંગ મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ, બીકોમ ઓનર્સ પર પરીક્ષા લેવાશે. જેમાં 7 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. સવારે 8.30 વાગ્યે શરૂ થનારી મીડ સેમિસ્ટર પરીક્ષા ઓફલાઇન મોડથી એમસીકયુ પધ્ધતિથી લેવાશે.
ટીવાય બીકોમની પરીક્ષા પહેલા 300 કરતાં વધારે વિદ્યાર્થીઓના રોલ નંબર જનરેટ થયા ના હોવાનો વિવાદ થયો છે. ટીવાયની ફી ભરવા માટે શનિવારે 10 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જે સમય મર્યાદામાં વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી હતી. જોકે તેમાંથી 300થી વધારે વિદ્યાર્થીઓના રોલ નંબર જનરેટ થયા ના હોવાથી આ વિદ્યાર્થી સોમવારથી શરૂ થતી પરીક્ષા આપી નહિ શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. જે વિદ્યાર્થીઓએ ફી ભરી છે તેમ છતાં પણ રોલ નંબર જનરેટ થયા નથી તેવા વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીનને રજૂઆતો કરી હતી.
વિદ્યાર્થીઓએ લેખીતમાં આ અંગેની અરજી પણ આપી હતી. ફી ભરી હોવા છતાં પણ રોલ નંબર જનરેટ નહીં થવાનો છબરડો સર્જાયો છે. ત્યારે જો આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહિ આપે શકે તો તેમનો એરીયર ટેસ્ટ લેવામાં આવશે. અમુક કિસ્સામાં એસવાયની ફી ભર્યા પછી ટીવાયનું સબ્જેકટ સીલેકશન થઇ શકયું ના હોય અને ફી ના ભરાય તેવા વિદ્યાર્થીઓ પણ છે. જે મીડસેમીસ્ટરની પરીક્ષા નથી આપી શકતા તેવા વિદ્યાર્થીઓ માટે એરીયર ટેસ્ટ લેવાતો હોય છે.
કોલેજના વિદ્યાર્થીના વાલીઓએ કોમર્સના ડીનને રજૂઆત કરવી પડી
જે વિદ્યાર્થીઓની ફી ભરાઇ ગઇ હતી અને તેમના રોલ નંબર જનરેટ થયા નથી તેવા કિસ્સામાં પરીક્ષા પહેલા સોમવારે વાલીઓ પણ ફેકલ્ટી ડીનને રજૂઆતો કરવા પહોંચ્યા હતા. કોમર્સ ડીન દ્વારા જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા નહિ આપી શકે તેમના માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી બાંહેધરી અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.