કાર્યવાહી:આસોજની સીમમાં ટ્રેલરમાંથી સળિયાની ચોરી,2 શખ્સ ઝબ્બે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 23 લાખના સળિયા સહિત 43 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 સામે ગુનો

આસોજ ગામની સીમમાં સળિયા ચોરીનું કૌભાંડ ઝડપી 23 લાખના સળિયા સહિત રૂા.43.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 7 આરોપી સામે ગુનો દાખલ કરી 2 જણાંની જિલ્લા પોલીસની એસઓજી ટીમે ધરપકડ કરી હતી. આસોજ ગામની સીમમાં કેટલાક શખ્સો ટ્રેલરમાંથી લોખંડના સળિયા ઉતારતા હોવાની બાતમી મળતાં એસઓજીએ દરોડો પાડ્યો હતો.

જે સાથે સળિયા ઉતારનાર શખ્સોમાં નાસભાગમાં મચી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રેલર ડ્રાઇવર તથા ક્લીનરને પકડી પૂછપરછ કરતાં તેઓએ સળિયા ભચાઉના સામખીયાળીથી ભરી ભરૂચના ગુજરાત સ્ટીલ સપ્લાયર ખાતે લઇ જવાના બદલે નીમ્ભારામે આપેલા મોબાઇલ નંબર પર વાત કરીને તેના જણાવ્યા મુજબ વડોદરાથી સાવલી રોડ પર 10 કિમી અંદરના રસ્તે ટ્રેલર લઇ આવ્યા હતા.

સ્થળ પરથી ભાગી જનાર 3 શખ્સો સાથે મળી સળિયા ઉતારેલા હોવાનું સપાટી પર આવ્યું હતું. 23 લાખના સળિયા સહિત 43.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર અણદારામ તથા ક્લીનર જુજારામની સીઆરપીસી 41 (1)(ડી) મુજબ અટક કરાઈ હતી.

પોલીસે ટ્રેલરના ટ્રાન્સપોર્ટ માલિક મિતુલ ભરતભાઇ ગઢવી (સામખીયાળી. તા.ભચાઉ, જિ.કચ્છ), ટ્રેલર ડ્રાઇવર અણદારામ, ક્લીનર જુજારામ અને ડ્રાઇવર નીમ્બારામ, મોબાઇલ ધારક અને સ્થળ પરથી નાસી જનાર અન્ય 3 વ્યક્તિ મળી 7 સામે ફરિયાદ આપતાં મંજૂસર પોલીસ સ્ટેશનમાં 407, 411, 120 (બી) મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...