તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરખાસ્ત મુલતવી:ટેન્ડર વિના થયેલા ભુવા પુરાણના બિલો પર રોક

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1 કરોડની 15 દરખાસ્ત સ્થાયીએ મુલતવી રાખી

વગર ટેન્ડરે ડ્રેનેજ લાઈન પર પડેલા ભુવાની મરામત માટે કરાયેલા એક કરોડથી વધુના ખર્ચ આ બાબતે મંજૂરી આપવાનું સ્થાયી સમિતિએ ટાળ્યું હતું અને તેની તમામ દરખાસ્તો મુલતવી કરી હતી. સ્થાયીની રચના થયા બાદ તેની પ્રથમ બેઠક બેઠક બની હતી અને હવે નિયમિત બેઠકનો દોર ગુરુવારથી શરૂ થયો હતો.જોકે થાય સમિતિના નવા સભ્યો વાળી પહેલી બેઠકમાં જ ડ્રેનેજ લાઈન પર પડેલા ભૂવાની મરામત માટેની એક સાથે 15 દરખાસ્ત મુકાઇ હતી.

પાલિકાના ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ વિભાગ તરફથી ડ્રેનેજ લાઈન પર પડેલા ભંગાણ અને પ્રેશર લાઈન સુધારણાની તાત્કાલિક કરાયેલી કામગીરીના બીલો સામે સવાલો ઉભા થયા છે. ડો હિતેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ તમામ દરખાસ્તો ઉપર નિર્ણય નહીં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એક સાથે તમામ 15 દરખાસ્ત મુલતવી કરવામાં આવી હતી.આ બેઠકમાં પાલિકાના ગત બોર્ડ દરમિયાન ઓડિટ વિભાગની પોસ્ટ ઓડીટ ની વિગતો ઓડિટર તરફથી આવી હતી અને તેમાં ઓડિટ કેવી રીતે થાય છે તેના પણ સવાલો કેટલાક સભ્યોએ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો