નિર્ણય:બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા માટે સલાહકાર નિમવા પર રોક

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વે કાર્યવાહી થઇ હતી તે સંસ્થાનું નામ મુકાયું
  • સ્થાયીમાં ચર્ચા થયા બાદ દરખાસ્ત મુલતવી

VMCના બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે સલાહકારની નિમણુક કરવાની દરખાસ્ત સ્થાયીમાં મુકાઇ હતી. પાલિકામાં બજેટની ચર્ચામાં આડેધડ ખર્ચ ઘટાડવા સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે સલાહકારની નિમણુક ના કરવા પર ભાર મુક્યો હતો.

જોકે તેવામાં જ બિલ્ડિંગ પ્રોજેક્ટ દ્વારા વિવિધ કામોના સુપરવિઝનની કામગીરી માટે સલાહકારની નિમણૂક કરવાની જરૂરિયાત હોવાનું જણાવી ઓછા ભાવ ભરનારા વાપ્કોસ લિમિટેડને સલાહકાર તરીકે કામ સોંપવાની દરખાસ્ત સ્થાયીમાં મુકી છે.

વાપ્કોસ સામે ભૂતકાળમાં કાર્યવાહી થઇ હતી. છતાં તેને કામ સોંપવાની વિવાદિત દરખાસ્ત અંગે સ્થાયીમાં ચર્ચા બાદ તેને મુલતવી રખાઇ છે. ડો. હિતેન્દ્ર પટેલ પ્રમાણે પાલિકાના 3 આર્કિટેક્ટ પાસે કામ લઇ મોટા બજેટના કામ માટે સલાહકારની નિમણૂક કરવી કે કેમ તેની ચર્ચા કરી નિર્ણય થશે.

અન્ય સમાચારો પણ છે...