સુવિધામાં વધારો:વડોદરા પાલિકાને ડ્રેનેજ ચેમ્‍બરની સફાઇ કામગીરી માટે સૌર ઊર્જા સંચાલિત હાઈટેક રોબોટિક ક્લિનિંગ મશીન અર્પણ

વડોદરા4 મહિનો પહેલા
મશીનમાં 12 અલગ અલગ પ્રકારના હાનિકારક ગેસને ઓળખી શકવાના સેન્‍સર લગાવવામાં આવેલ છે.
  • ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે મહાનગરપાલિકાને મશીન ઉપલબ્ધ કરાવ્યું

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આજરોજ વડોદરા મહાનગરપાલિકાને ડ્રેનેજ ચેમ્‍બરની સફાઇ કામગીરી ટેક્નોલોજીના ઇનોવેશન થકી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત રીતે થાય તેવો આશય છે. જેથી અદ્યતન ટેકનોલોજીની સજ્જ સૌર ઊર્જા સંચાલિત રોબોટિક ક્લિનિંગ મશીન તથા તેના વહન માટે ઇલેક્ટ્રિક ગાડી ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે.

મહાનગરપાલિકાને મશીન સુપ્રત કરાયું
રોબોટિક ક્લિનિંગ મશીન જીયુવીએનએલના મેનેજીંગ ડાયરેક્ટર શાહમીના હુસેન, આઇ.એ.એસ.ના હસ્‍તે વડોદરા મ્‍યુનિસીપલ કોર્પોરેશનના એડી.સિટિ એન્‍જિનિયર શૈલેષ નાયકને સુપ્રત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને મહાનુભાવો ઉપરાંત ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના પ્રતિનિધિ, જીયુવીએનએલ કંપની સેક્રેટરી પાર્થિવ ભટ્ટ તેમજ આ રોબોટિક મશીન બનાવનાર ક્લબ ફર્સ્‍ટ રોબોટિક્સના મેનેજીંગ ડાયરેક્ટર ભુવનેશ મિશ્રા ઉપસ્‍થિત રહ્યાં હતા.

મશીન 15 મીટર ઊંડે ડ્રેનેજ ચેમ્‍બરમાં જઇ 100 કિલો સુધીનો કચરો ભેગો કરી તેને ચેમ્‍બરમાં એકઠો કરી સફાઇ કરી શકે છે.
મશીન 15 મીટર ઊંડે ડ્રેનેજ ચેમ્‍બરમાં જઇ 100 કિલો સુધીનો કચરો ભેગો કરી તેને ચેમ્‍બરમાં એકઠો કરી સફાઇ કરી શકે છે.

મેઇક ઇન ઇન્‍ડીયા અંતર્ગત મશીન બનાવાયું
આ મશીન થકી ’સ્‍વચ્‍છ ભારત મિશન’ હેઠળ કાર્યરત સેનિટાઈઝેશનની કામગીરીને વધુ વેગ મળશે તેમજ ડ્રેનેજ અને ગટર ચેમ્બરની સફાઇ કામગીરી જૂની પ્રણાલિકાને બદલે આધુનિક મશીન વડે ખૂબ આસાનીથી, ઝડપી અને ચોક્સાઇ સાથે વધુ સુરક્ષિત બની રહેશે. આ રોબોટિક ક્લિનિંગ મશીન જયપુર સ્‍થિત કલબ ફર્સ્‍ટ રોબોટિકસ પ્રા.લી. દ્વારા ’મેઇક ઇન ઇન્‍ડીયા ’ અંતર્ગત બનાવવામાં આવેલ છે. જેનું નામ ઝેના 6.0 આપવામાં આવેલ છે.

મશીન વડોદરા મ્‍યુનિસીપલ કોર્પોરેશનના એડી.સિટિ એન્‍જિનિયર શૈલેષ નાયકને સુપ્રત કરવામાં આવ્યું.
મશીન વડોદરા મ્‍યુનિસીપલ કોર્પોરેશનના એડી.સિટિ એન્‍જિનિયર શૈલેષ નાયકને સુપ્રત કરવામાં આવ્યું.

રોબોટિક ક્લિનિંગ મશીનની વિશેષતા
આ મશીન સૌર ઊર્જા સંચાલિત બેટરી તેમજ કેમેરાથી સજ્જ કરેલ છે, જેથી તે દરેક વાતાવરણમાં કામ કરવા સક્ષમ, વોટરપ્રુફ, એક વખત ચાર્જ કર્યા બાદ સાત દિવસ સુધી કામ લઇ શકાય, 15 મીટર ઊંડે ડ્રેનેજ ચેમ્‍બરમાં જઇ 100 કિલો સુધીનો કચરો ભેગો કરી તેને ચેમ્‍બરમાં એકઠો કરી સફાઇ કરી શકે છે. આ ઉપરાંત આ મશીનમાં 12 અલગ અલગ પ્રકારના હાનિકારક ગેસને ઓળખી શકવાના સેન્‍સર લગાવવામાં આવેલ છે, જેથી ડ્રેનેજ ચેમ્‍બરના કામ દરમિયાન સફાઇ કામગીરી વધુ સુરક્ષિત રીતે થશે. સદર મશીનમાં લગાવવામાં આવેલ અલ્‍ટ્રા એચ.ડી. કેમેરાથી રાત્રે પણ સફાઇ કામગીરી હાથ ધરી શકાશે. ઉપરાંત જી.પી.એસ. અને જી.એસ.એમ. ટેકનોલોજીથી હોવાથી આ મશીનને કોઇપણ જગ્‍યાએથી ટ્રેક પણ કરી શકાય છે.

મશીન સૌર ઊર્જા સંચાલિત બેટરી તેમજ કેમેરાથી સજ્જ છે.
મશીન સૌર ઊર્જા સંચાલિત બેટરી તેમજ કેમેરાથી સજ્જ છે.