દારૂની હેરાફેરી:વડોદરાના છાણીમાં દારૂના કટિંગ વેળા જ દરોડો, કાર છોડી 2 શખ્સ ફરાર

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિઝામપુરામાં દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

નિઝામપુરા વિસ્તારમાં ઠક્કરબાપા છાત્રાલય ખુલ્લા મેદાનમાં દારૂ વેચી રહેલા શખ્સને ઝડપી, છાણી ગામ પાસે પણ ખંડેર મકાનો વાળી જગ્યા પરથી પોલીસે અલ્ટો કાર માંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

ફતેગંજ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નિઝામપુરા વિસ્તારમાં ઠક્કરબાપા છાત્રાલયના ખુલ્લા મેદાનમાં અજ્જુ ઉર્ફે અજય ઉર્ફે અલ્તાફ નિયાઝ ભાઈ શેખ નામનો શખ્સ ઝાડી-ઝાંખરામાં દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડી અલ્તાફને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 12 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અલ્તાફની દારૂની બોટલો સાથે અટકાયત કરી વધુ તપાસ આદરી હતી.

બીજી તરફ છાણીમાં આવેલા ખંડેર મકાનવાળી જગ્યા પર દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીથી પોલીસે દરોડો પાડતાં કાર માંથી બે શખ્સ ઉતરીને ભાગી ગયા હતા.પોલીસે અલ્ટો કારની ડેકી અને સીટ નીચે તપાસ કરતાં દારુના 648 પાઉચ મળ્યા હતા, પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કારના નંબરના આધારે કાર માલિક અને કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી

અન્ય સમાચારો પણ છે...