તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Robbed Of 30 Grams Of Gold By Throwing Chilli Powder In Jewelers Eye, The Trader Chased Him But The Robbers Were Not Caught In Vadodara

માત્ર 2 સેકન્ડમાં લૂંટના LIVE દ્રશ્યો:વડોદરામાં ધોળે દિવસે જ્વેલર્સ માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી 30 ગ્રામ સોનાની લૂંટ, વેપારીએ હિંમતભેર લૂંટારૂઓનો પીછો કર્યો

વડોદરા21 દિવસ પહેલા
વલ્લભ જ્વેલર્સના માલિકની આંખમાં લૂંટારાએ મરચાની ભૂકી નાખીને 1.40 લાખ રૂપિયાની કિંમતની 30 ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટીને બાઇક ઉપર ફરાર થઇ ગયા
  • ખોડિયારનગર ખાતે શ્રીજી પ્લાઝામાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં દિન દહાડે લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ
  • DCP ઝોન-2 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો, CCTVને આધારે લૂંટારુઓને શોધખોળ શરૂ

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સના માલિકની આંખમાં લૂંટારાએ મરચાની ભૂકી નાખીને માત્ર 2 સેકન્ડમાં જ 1.40 લાખ રૂપિયાની કિંમતની 30 ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટીને બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. ધોળા દિવસે ફિલ્મી ઢબે બનેલા લૂંટના આ બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. જોકે, જ્વેલર્સના શોરૂમમાંથી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂ શો-રૂમ સ્થિત CCTVમાં કેદ થઇ ગયા હતા. બાપોદ પોલીસે ફરિયાદના આધારે બે લૂંટારૂ સામે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

જ્વેલર્સના માલિકની આંખમાં ફિલ્મી ઢબે મરચાની ભૂકી નાખીને લૂંટ
આજે બપોરના સમયે વડોદરા શહેરના ખોડિયારનગર શ્રીજી પ્લાઝામાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં લૂંટારૂ ત્રાટક્યા હતા અને જ્વેલર્સના માલિકની આંખમાં ફિલ્મી ઢબે મરચાની ભૂકી નાખીને 1.40 લાખ રૂપિયાની કિંમતની સોનાની ત્રણ ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. ધોળે દિવસે યોજનાબદ્ધ રીતે ત્રાટકેલા બે લૂંટારૂ પૈકી દુકાનમાં ધસી આવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂને ઝડપી પાડવા માટે જ્વેલર્સના માલિકો પૈકી નાનાભાઇએ પીછો પણ કર્યો હતો. પરંતુ, લૂંટારુ હાથ લાગ્યા ન હતા. જ્વેલર્સ માલિકે દુકાનની બહાર જઇને બુમરાણ પણ મચાવી હતી. પરંતુ, લૂંટારૂઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.

ધોળે દિવસે યોજનાબદ્ધ રીતે ત્રાટકેલા બે લૂંટારૂ પૈકી દુકાનમાં ધસી આવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા
ધોળે દિવસે યોજનાબદ્ધ રીતે ત્રાટકેલા બે લૂંટારૂ પૈકી દુકાનમાં ધસી આવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા

શો-રૂમના CCTVની મદદથી તપાસ શરૂ
દરમિયાન આ બનાવ અંગેની જાણ બાપોદ પોલીસ મથકના પીઆઇ જિગ્નેશ પટેલને થતાં તુરંત જ તેઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ડીસીપી ઝોન-2 લખધીરસિંહ ઝાલાને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા જ્વેલર્સના માલિક રોનકભાઇ સોની પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. તે સાથે જ્વેલર્સના શો-રૂમ સ્થિત CCTV ફૂટેજ જોઇને લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટે બાપોદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચને સૂચના આપી હતી. બાપોદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે ખોડિયારનગરમાં હાહાકાર મચાવી મૂકનાર લૂંટના આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

જ્વેલર્સના શોરૂમમાંથી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂ શો-રૂમ સ્થિત CCTVમાં કેદ થઇ ગયા
જ્વેલર્સના શોરૂમમાંથી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂ શો-રૂમ સ્થિત CCTVમાં કેદ થઇ ગયા

1.40 લાખની કિંમતની ત્રણ સોનાની ચેઇન લૂંટીને લૂંટારૂ ફરાર
બાપોદ મથકના પી.આઇ. જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, બાપોદ પોલીસ મથકની હદમાં ખોડિયારનગરમાં શ્રીજી પ્લાઝામાં વલ્લભ જ્વેલર્સ આવેલી છે. જ્વેલર્સના માલિક રોનકભાઇ મહેશભાઇ સોની અને તેમનો ભાઇ દુકાનમાં હાજર હતા. રોનકભાઇ સોની ગ્રાહકને સોનાની ચેઇન બતાવી રહ્યા હતા. જ્યારે તેમનો ભાઇ દરમિયાન આસમાની કલરનું ટોપીવાળુ જેકેટ પહેરીને એક લૂંટારું દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને દુકાન માલિક રોનકભાઇ સોની કંઇ સમજે તે પહેલાં લૂંટારાએ ફિલ્મી ઢબે તેઓની આંખમાં મરચાંની ભૂકી નાખી ટેબલ ઉપર ગ્રાહકને બતાવવા માટે મૂકેલી સોનાની ચેઇનોમાં થાપ મારી હાથમાં આવેલી રૂપિયા 1.40 લાખની કિંમતની 30 ગ્રામ વજનની ત્રણ સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયો હતો.

CCTVને આધારે લૂંટારુઓને શોધખોળ શરૂ
CCTVને આધારે લૂંટારુઓને શોધખોળ શરૂ

લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા ટીમો બનાવીને તપાસ શરૂ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લૂંટારૂ સોનાની ચેઇન લૂંટની ભાગતા દુકાનમાં હાજર રોનકભાઇ સોનીના ભાઇએ લૂંટારૂનો પીછો પણ કર્યો હતો. પરંતુ, લૂંટારૂ દુકાનની બહાર ઉભા રહેલા સાગરીતની બાઇક ઉપર ફરાર થઇ ગયો હતો. રોનકભાઇ સોનીના ભાઇએ દુકાનની બહાર નીકળી બુમરાણ પણ મચાવી હતી. પરંતુ, બંને લૂંટારૂ બાઇક પર ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

DCP ઝોન-2 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
DCP ઝોન-2 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો

લૂંટારુ લાંબો સમય પોલીસ પકડથી દૂર રહેશે નહીં
ડીસીપી ઝોન-2 લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો રવાના કરી દેવામાં આવી છે. આ લૂંટનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમને પણ કામે લગાડી દેવામાં આવી છે. લૂંટારૂ CCTV કેમેરામાં કેદ થઇ ગયા હોવાથી આગામી ટૂંક સમયમાં લૂંટારૂ ટોળકી પોલીસના સંકજામાં આવી જશે. પોલીસ તંત્ર માટે આ બનાવ પડકારજનક છે. પરંતુ, લૂંટારુ લાંબો સમય પોલીસ પકડથી દૂર રહેશે નહીં.

લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો રવાના કરી દેવામાં આવી છે
લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો રવાના કરી દેવામાં આવી છે
લૂંટારૂ સોનાની ચેઇન લૂંટની ભાગતા દુકાનમાં હાજર રોનકભાઇ સોનીના ભાઇએ લૂંટારૂનો પીછો પણ કર્યો હતો
લૂંટારૂ સોનાની ચેઇન લૂંટની ભાગતા દુકાનમાં હાજર રોનકભાઇ સોનીના ભાઇએ લૂંટારૂનો પીછો પણ કર્યો હતો
અન્ય સમાચારો પણ છે...