• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Road Works Worth Rs 1.25 Lakh Crore Are Underway In Gujarat And Additional Works Worth Rs 1.25 Lakh Crore Have Been Sanctioned: Nitin Gadkari

કેન્દ્રિય મંત્રી વડોદરાની મુલાકાતે:ગુજરાતમાં રૂ.1.25 લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે અને વધુ રૂ.1.25 લાખ કરોડના કામો મંજૂર કર્યાં છેઃ નીતિન ગડકરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી - Divya Bhaskar
કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી
  • નીતિન ગડકરીએ દુમાડ ચોકડી ખાતે રૂ.34.50 કરોડના ખર્ચે જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કર્યું
  • ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.3 હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશેઃ નીતિન ગડકરી

કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂ.34.50 કરોડના ખર્ચે નેશનલ હાઇવે-48 અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી પૂર્ણ થતાં દુમાડ ચોકડી પર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં 271 ગંગા સ્વરૂપા બહેનોને સરકારી સહાયના આદેશ પત્રો અને સાંસદ અનુદાનના આધારે દિવ્યાંગોને કૃત્રિમ અવયવો અર્પણ કરાયા હતા.

વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઇ વે છે. જેનું રૂ.1 લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂ.1.25 લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે અને વધુ રૂ.1.25 લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. દિલ્હી-મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ માર્ગને નરીમાન પોઈન્ટ સુધી લંબાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

નીતિન ગડકરીએ દુમાડ ચોકડી ખાતે રૂ.34.50 કરોડના ખર્ચે જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કર્યું
નીતિન ગડકરીએ દુમાડ ચોકડી ખાતે રૂ.34.50 કરોડના ખર્ચે જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કર્યું

દિલ્હી-મુંબઈ ગ્રીન હાઇવે ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ ગ્રીન હાઇવે ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ હાઈવે છે. ગુજરાતમાં રૂ.36 હજાર કરોડના ખર્ચે 423 કિમીના 8 લેનના પ્રથમ તબક્કામાં 132 કિમી પૈકી 40 ટકા કામ પૂર્ણ થયું છે. વડોદરા-અંકલેશ્વર 100 કિમી માર્ગનું કામ વર્ષ 2022 સુધીમાં પૂર્ણ થશે. આ માર્ગ પર યાત્રિકો માટે 33 સ્થળોએ વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એટલુ જ નહીં ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલ સામાનની હેરફેર ડ્રોનથી થાય તેવી સુવિધા વિકસાવવામાં આવશે.

ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે 3 હજાર કરોડના ખર્ચે નિર્માણ થશે
તેમણે ઉમેર્યું હતું કે, ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.3 હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ થઇ રહેલ વિવિધ માર્ગોની વિગતો તેમણે આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે.

ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.3 હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશેઃ નીતિન ગડકરી
ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.3 હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશેઃ નીતિન ગડકરી

છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે
વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ કરવા અને કોરોના મુક્ત ગુજરાત માટે સૌને કોરોના રસી અવશ્ય લેવા અનુરોધ કર્યો હતો.

દેના બ્લેક સ્પોટનું કામ શરૂ કરવાની મંત્રીએ સૂચના આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મ દિવસે દુમાડ ચોકડી ખાતે બ્રિજના કામનું ખાતમુહૂર્ત થયું એ ગૌરવ અને આનંદની વાત છે એવી લાગણી વ્યક્ત કરતાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, દેના બ્લેક સ્પોટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની પણ મંત્રીએ સૂચના આપી છે.

દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઇ વે છે. જેનું રૂ.1 લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે
દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઇ વે છે. જેનું રૂ.1 લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે

ટ્રાફિકની સમસ્યા હલ થશે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાએ સૌનો આવકાર કરતાં જણાવ્યું હતું કે, દુમાડ ચોકડી જંકશનનું કામ પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહન વ્યવહારને આવાગમનમાં સરળતા થશે. આ માર્ગ પરના બ્લેક સ્પોટ દુરસ્ત કરવા મંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી છે.

કોણ કોણ હાજર રહ્યું
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, મેયર કેયુર રોકડીયા, પૂર્વ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ, સીમાબેન મોહિલે, કેતન ઈનામદાર, અગ્રણી ભાર્ગવ ભટ્ટ, એન.એચ.એ.આઈના અધિકારીઓ, નગરસેવકો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...