પાલિકાના અણઘડ આયોજનથી કરોડોનું નુકસાન થયું હોવાનું સપાટી પર આવ્યું છે. આઈઓસીએલ અને અન્ય એક કંપનીને STPમાંથી ટ્રીટેડ પાણી પહોંચાડવા પાલિકાએ એક વર્ષ પહેલાં 9 કરોડના ખર્ચે બનેલા રોડને ખોદી કાઢતાં પ્રજાના વેરાનાં નાણાં ખાડામાં ગયાં છે.રાજીવનગર અને છાણી એસટીપી ખાતે મલીન જળને શુદ્ધ કરી પાણીનું ઔદ્યોગિક એકમોને આપવાના કામને પ્રાથમિકતા આપી 2020ના અંતમાં આઈઓસીએલ અને અન્ય એક કંપનીને આપવાનું નક્કી કરાયું હતું. બંને કંપનીઓને રાજીવનગર એસટીપી ખાતેથી રોજ 60 એમએલડી પાણી વેચાણથી આપવાનું નક્કી કરાયું હતું.
જે માટે રાજીવનગર એસટીપીથી 16 કિમી સુધી 80 કરોડના ખર્ચે ટ્રીટેડ વોટર લઈ જવા લાઈન નાખવાનું કામ ચાલુ છે. આ કામગીરીના કારણે એકાદ વર્ષ પહેલા 9 કરોડના ખર્ચે બનાવાયેલો એરપોર્ટ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા તરફનો માર્ગ ખોદી નખાયો છે. સ્થાયી ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે કહ્યું કે, ડ્રેનેજ લાઈન નાખવા રોડ તો ખોદવો જ પડે. આ રોડના સમારકામનો ખર્ચો ઇજારદાર જ ભોગવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.