નિણર્ય:વડોદરામાં 17 જાન્યુઆરીથી હરણી રોડ પર ગોલ્ડન ચોકડીથી હરણી ગામ તરફનો રોડ બંધ, ડાયવર્ઝન અપાશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રસ્તાની કામગીરી દરમિયાન એક બાજુના કેરેજ-વે માં બંને બાજુના ટ્રાફિકની અવર-જવર કરવાની રહેશે

વડોદરા શહેરમાં હરણી રોડ પર કેરેજ-વે સિમેન્ટથી બનાવવાની કામગીરીને લઇને 17 જાન્યુઆરીથી હરણી રોડ પર ગોલ્ડન ચોકડીથી હરણી ગામ તરફનો રસ્તો બંધ રહેશે. જેને પગલે વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવશે.

વાહન વ્યવહાર તેમજ અવરજવર બંધ
શહેરમાં હરણી રોડ પર આવેલ સ્મશાન ત્રણ રસ્તા પાસે લેક ઝોનથી સેફ્રોન પ્લાઝા તરફના બંને બાજુના કેરેજ-વે સીમેન્ટથી બનાવવાના હોવાથી સેફ્રોન પ્લાઝાથી હરણી સ્મશાન ત્રણ રસ્તા તરફ જતાં ડાબી બાજુનો કેરેજ-વે (ગોલ્ડન ચોકડીથી હરણી ગામ તરફ) તા. 17 જાન્યુઆરી 2021થી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે બંધ રહેશે.

અવર-જવર સાવચેતીપૂર્વક કરવાની રહેશે
ત્યાર બાદ હરણી સ્મશાન ત્રણ રસ્તા પાસે આવેલ લેક ઝોનથી સેફ્રોન પ્લાઝા તરફ જતા ડાબી બાજુનો કેરેજ-વે (હરણી ગામથી ગોલ્ડન ચોકડી તરફ) કામ પૂર્ણ થાય ત્યા સુધી બંધ રહેશે. રસ્તાની કામગીરી દરમિયાન એક બાજુના કેરેજ-વે માં બંને બાજુના ટ્રાફિકની અવર-જવર સાવચેતીપૂર્વક કરવાની રહેશે.