આક્ષેપ:4 વર્ષ પહેલાં બનાવાયેલો રોડ ધોવાયો, છાશવારે અકસ્માત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડના કામમાં ભાજપ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત
  • પાણી ભરેલા​​​​​​​ રોડના ખાડામાં કમળના ફોટા મૂકી કોંગ્રેસનો વિરોધ

તાંદલજામાં રોડ રસ્તાની બિસ્માર હાલતથી પરેશાન લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 4 વર્ષ અગાઉ બનેલા રોડમાં પડેલા ખાડાથી અકસ્માતો વધતાં પાણી ભરેલા ખાડામાં કમળના ફોટા મૂકી આક્રોશ ઠાલવ્યો હતો.તાંદલજામાં સન ફાર્મા મહારાજા ચોકડીથી કિસ્મત ચોકડી સુધી વાસણા રોડને જોડતો રોડ 2018માં બનાવાયો હતો.

જે માત્ર 4 વર્ષમાં એક તરફથી બિસ્માર થતાં લોકોને હાલાકી પડી રહી છે. રોડ પર મસમોટા ખાડા પડવાથી અનેક અકસ્માતો થાય છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્થાનિક લોકો સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પાણીથી ભરેલા ખાડામાં ભાજપના અને મેયરના ફોટા નાખી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ અશફાક મલેકે જણાવ્યું કે, ભાજપના નેતા અને કોન્ટ્રાક્ટરે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. 4 વર્ષમાં જ રોડ ખખડધજ થતાં અકસ્માતમાં 2 યુવકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તાત્કાલિક ધોરણે મેયર અને મ્યુ.કમિશનર યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...