તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સ્ટીલ- સિમેન્ટના ભાવ વધતાં મકાનની કિંમત 20 ટકા વધશે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવ વધારા સામે ક્રેડાઈ કાલે સાઇટ બંધ રાખશે
 • શહેરમાં જ 1 હજારથી વધુ બાંધકામ પ્રોજેકટ બંધ પાળશે

સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે બાંધકામ ઉદ્યોગને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના કારણે મકાનની કિંમતમાં 20 ટકાનો વધારો કરવો પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. શહેરમાં હાલના તબક્કે એક હજારથી વધુ સાઈટ ઉપર રિયલ એસ્ટેટ નું બાંધકામ ચાલી રહ્યું છે.શહેરમાં તમામ વિસ્તારોમાં બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે એક તરફ સરકાર લોકોને પોસાય તેવા ભાવે મકાનો બાંધવાનો આગ્રહ કરીને જે ત્યારે બીજી તરફ સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે.

સિમેન્ટ અને તેલના ભાવમાં ઉત્પાદક કંપનીઓ દ્વારા કરી ભાવમાં કરાયેલો વધારો એક કૃત્રિમ વધારો છે તેવો આક્ષેપ કેળા દ્વારા કરવામાં આવ્યો છે અને તેના વિરોધમાં તા 12મીએ રાજ્યવ્યાપી આંદોલન આપવામાં આવ્યું છે જે અન્વયે વડોદરામાં પણ તેના પડઘા પડશે.

સ્ટીલમાં લગભગ 16000 અને સિમેન્ટ માં થેલીએ રૂ.70 રૂપિયા નો ભાવ વધારો થતાં બાંધકામ ક્ષેત્રે ભારે મોંઘવારી ઉભી થઈ છે અને 25 લાખ રૂપિયાની કિંમત ધરાવતા મકાનની કીમતમાં 20 % મુજબ 5 લાખ રૂપિયા વધી જાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે તેમ ક્રેડાઈ ગુજરાતના ઉપ પ્રમુખ જતીન અમીને જણાવ્યું હતું. સ્ટીલ અને સિમેન્ટ માં થયેલા ભાવ વધારાના વિરોધમાં 12મીએ તમામ પ્રોજેક્ટ સાઇટ ઓફિસો , કોન્ટ્રાક્ટના કામો એક દિવસ માટે બંધ રાખી કલેકટરને આવેદન અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો