• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Riddhi Kadam Of Vadodara Won A Bronze Medal At The National Triathlon Tournament In Chennai, Saying: "I Will Make The Country Famous At The International Level."

ગૌરવ:ચેન્નાઇમાં યોજાયેલી નેશનલ ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં વડોદરાની રિદ્ધી કદમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો, કહ્યું: 'હું આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરીશ'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં વડોદરાની રિદ્ધી કદમે બ્રોન્ઝ મેડલ જીતીને વડોદરા શહેર અને દેશનું નામ રોશન કર્યું છે - Divya Bhaskar
નેશનલ ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં વડોદરાની રિદ્ધી કદમે બ્રોન્ઝ મેડલ જીતીને વડોદરા શહેર અને દેશનું નામ રોશન કર્યું છે
  • મારા કોચ દ્વારા આપવામાં આવી રહેલી તાલીમથી હું મારું સ્વપ્ન પૂરું કરીશઃ રિદ્ધી કદમ

કોરોનાનો કહેર પૂરો થતાંની સાથે રમત ગમતની પ્રવૃતીઓ પૂર જોશમાં ચાલી રહી છે. કોરોના મહામારીના સમયગળામાં પણ પોતાના સપના સાકાર કરવા રાજ્ય તથા દેશનું નામ રોશન કરવા માટે ખેલાડીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. ચેન્નાઈ ખાતે યોજાયેલી નેશનલ ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં વડોદરાની રિદ્ધી કદમે બ્રોન્ઝ મેડલ જીતીને વડોદરા શહેર અને દેશનું નામ રોશન કર્યું છે.

ધનુષકોટીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો
અગાઉ ધનુષકોટી ખાતે યોજાયેલી ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ બંને ટુર્નામેન્ટ આવનાર એશિયન ગેમ્સ-2022 માટેના સિલેક્શન માટે હતી. બે રાષ્ટ્રીય કક્ષાના મેડલ બાદ હાલ સ્ટેટ સાઇકલિંગ ટુર્નામેન્ટમાં પણ વિજેતા થઈ નેશનલમાં ગુજરાતનું પ્રતનિધિત્વ કરશે.

વડોદરા અને દેશનું નામ રોશન કરીશ
રિદ્ધિ કદમ સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાતના કોચ ક્રિષ્ણા પંડ્યા પાસે તાલીમ લે છે. તેઓનું કહેવું છે કે રિદ્ધીની આજ રીતની તનતોડ મહેનત અને લગનથી વડોદરાની દીકરી ઇન્ટરનેશનલ લેવલ પર પણ વડોદરા અને દેશનું નામ ઝળહળતું કરશે. રિદ્ધીએ જણાવ્યું કે, મારા કોચ દ્વારા આપવામાં આવી રહેલી તાલીમથી હું મારું સ્વપ્ન પૂરું કરવા સાથે વડોદરા અને દેશનું નામ રોશન કરીશ.

રિદ્ધી પર અભિનંદનની વર્ષા થઇ
ટ્રાયથલોનમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર રિદ્ધી કદમને વડોદરા જિલ્લા સિનીયર કોચ જયેશ ભાલાવાલા, સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાતના કોચ ક્રિષ્ણા પંડ્યા, વિવેક્સીગ બોરલયા તથા ટ્રેનર બિપીન કુમાર અને સુબોધ કુમારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...