શહેરના હરણી રોડ સ્થિત ઈન્ટિગ્રેટેડ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ ખાતે મે મહિના અગાઉ નવા આવેલા પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા એરપોર્ટમાં આવતા કોમર્શિયલ વાહનો પાસેથી ફરજિયાત રૂા. 20 ઉઘરાવવામાં આવી રહ્યા છે.
એરપોર્ટ પર પાર્કિંગ માટેનો ચાર્જ લેવાનો હોય છે. ત્યારે ફરજિયાત એન્ટ્રી ફી લેવાતા રિક્ષા અને ટેક્સીચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. એરપોર્ટ સત્તાધીશો દ્વારા આ અંગે આંખ આડા કાન કરાઇ રહ્યાં છે. એરપોર્ટ પર રોજ 200થી વધુ રિકશા અને ટેક્સી સહિતના કોર્મશિયલ પાસિંગના વાહનોની અવરજવર રહે છે.
કોરોના મહામારી બાદ હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ કોન્ટ્રાક્ટરે ભરેલા કોન્ટ્રાક્ટના પૈસા નહિ ભરપાઈ કરી શકે અને નફો થઈ શકે કેટલા મુસાફરો કેવા પાર્કિંગમાં વાહનો આવતા નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નો કોન્ટ્રાક્ટર ખોટ જતી હોવાને કારણે અડધેથી કોન્ટ્રાક્ટ છોડી જતો રહ્યો હતો. અગાઉ એન્ટ્રી ફી લેવાનો વિવાદ થતાં બંધ કરાયું હતુૂં. જે હવે ફરી શરૂ કરાયું છે.
વાહનચાલકો શા માટે પૈસા આપે છે?
એરપોર્ટ ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે ત્યારે પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી ઉઘાડી લૂંટ અંગે એરપોર્ટ ડાયરેક્ટર ટી કે ગુપ્તાએકહ્યું છે કે પાર્કિંગની બહાર બોર્ડ મારેલા છે જો માણસ કોઈ પણ જગ્યાએ પાર્કિંગ નથી કરતો તેને પૈસા ચૂકવવાના નથી જ્યારે પૈસા ચૂકવવાના નથી ત્યારે કોઈ ગમે તે પૈસા માગે તો તે શું કામ ચૂકવે છે?
ખોટું થતું હશે તો બંધ કરાવાશે
એરપોર્ટ પર કોમર્શિયલ વાહનોની એન્ટ્રી ના નામે જો ખોટા પૈસા ઉઘરાવતા હશે તો એરપોર્ટ ડાયરેક્ટરનું ધ્યાન દોરી બંધ કરાવાશે. - રંજનબેન ભટ્ટ, સાંસદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.