25 લાખના દારૂ પ્રકરણ:રિયાઝખાન અને જાવેદખાને ક્રેટા અને ઇનોવા કારમાં પાઇલોટીંગ કર્યું હતું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 લાખના દારૂ પ્રકરણમાં 3 આરોપી 25મી સુધીના રિમાન્ડ પર

25 લાખના દારૂ પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવતાં અદાલતે ત્રણે આરોપીના તા.25મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, દારૂ લવાયો ત્યારે રીયાઝ અને જાવેદખાન નામના શખ્સોએ ક્રેટા અને ઇનોવા કારમાં પાયલીટીંગ કર્યું હોય તે દિશામાં તપાસ કરવાની છે અને કાર કબજે કરવાની છે.

પોલીસે સુરેશ મહેન્દ્રભાઇ લોખંડે, ફરહાનખાન યાસીનખાન પઠાણ અને પ્રતાપઉદેસિંગ જાદવને ઝડપી લીધા હતા. તપાસમાં દારૂનો જથ્થો બુટલેગર જાવેદ ઉર્ફે ગુલામ રસુલ શેખ અને જાવેદના નાના ભાઈ રિયાઝનો હોવાનું ખુલ્યું હતું. આજે ત્રણ આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવતાં તેમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા. તેમણે રજૂઆત કરી હતી કે, સુરેશ અ્ને ફરહાન લીસ્ટેડ બૂટલેગર છે. અગાુ કેટલો દારૂ લાવ્યાં છે ? અને કેટલા શખ્સની સંડોવણી છે ? તેની તપાસ કરવાની છે. ન્યાયાધીશે ત્રણ આરોપીના તા.25મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...