ઇલેક્શનનું ઇંધણ:ચૂંટણી પહેલાં ગેંડા સર્કલ બ્રિજ કાર્યરત કરવા માટે ધમધમાટ,સપ્ટેમ્બર સુધીમાં બ્રિજ તૈયાર થઇ જશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​બ્રિજનું કામ આખરી તબક્કામાં : ગાર્ડનિંગ-કાર્પેટિંગ સહિતનું કામ ચાલુ

ગેંડા સર્કલથી મનીષા ચોકડી તરફના ઓવરબ્રિજનું નિર્માણ મંથર ગતિએ ચાલી રહ્યું હતું. જોકે હવે સૌથી મોટા 3 કિમી કરતાં વધુ લંબાઇના આ બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં બ્રિજનું ઉદઘાટન કરી કાર્યરત કરી દેવાશે. ગેંડા સર્કલ બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે પહોંચતાં પાર્કિંગ, ગાર્ડનિંગ, કાર્પેટિંગ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

બ્રિજની કામગીરી માટે 100 કરોડ ઉપરાંતની રકમની જરૂર હતી, જે પાલિકા પાસે ન હોવાથી કામ અટક્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે ગ્રાન્ટ આપતાં કામગીરી શરૂ થઇ હતી. સ્થાયી અધ્યક્ષ હિતેન્દ્ર પેટેલે જણાવ્યું કે, મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ છે. બે સ્થળે ચઢવા-ઉતરવાની વ્યવસ્થા પણ ઊભી થઈ છે. જેથી ગાર્ડનિંગ, પાર્કિંગની કામગીરી હાથ ધરી છે.

ચાર ભાગમાં 3 કિમી સુધી કાર્પેટિંગ થઈ રહ્યું છે. સપ્ટેમ્બરની આસપાસ કામગીરી પૂર્ણ થશે. દર પંદર દિવસે કામગીરીનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કલાલી ફાટક ખિસકોલી સર્કલથી માંજલપુર દરબાર ચોકડી તરફ સંપાદન માટે ટીપી 31ની ફાઈલ સરકારમાં પેન્ડિંગ છે. જેથી સંપાદનના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ થાય તે દિશામાં પ્રયાસ છે. હાલ રેલવે ઓવરબ્રિજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે. લોકોની સુવિધા માટે આ બ્રિજ ઝડપથી પૂર્ણ થાય તેવો પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...