આદેશ:યુનિ.ની નાગરવાડાની જમીન મુદ્દે મહેસૂલ મંત્રીનો તપાસનો આદેશ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14.3 હેક્ટર જમીનમાં કૌભાંડ થયાના આક્ષેપ બાદ અહેવાલ મંગાવ્યો

એમ.એસ.યુનિ.ની નાગરવાડા સ્થિત આશરે 14.3 હેક્ટર જમીનમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે મળેલી રજુઆતને ધ્યાને લઈને રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ બાબતે 15 દિવસમાં તપાસ કરી તેનો અહેવાલ મોકલવાના આદેશ કર્યાં છે. શહેરના સામાજીક કાર્યકર અરવિંદ સિંધાએ કરેલી અરજી અનુસાર, એમ.એસ.યુનિની નાગરવાડા સ્થિત આશરે 14.3 હેક્ટર જમીન જેમાં રે.સ નંબર 100 થી 110 નો સમાવેશ થાય છે.

તેમાં રે.સ.નંબર 109 વાળી જમીનમાં ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરી મુળ ખેડૂતોની પરત કરી યુનીવર્સીટી પાસે રૂપીયા ન હોવાનું દર્શાવી કરોડો રૂપીયાની જમીન એક પણ રૂપીયો લીધો વિના હાઈકોર્ટમાં સોગંદનામું કરી વેચવામાં સહાયરૂપ થયા છે. જ્યારે બિલ્ડર સાથેના મેળાપણા થી સોગંદનામું કરી જમીન મફતમાં આપી દેવાઈ છે.

જ્યારે નાગરવાડાના રે.સ.નં 108માં આશરે રૂા.1.10 લાખ સ્કે,ફુટ વાળી જમીનમાં પણ કોઈ પણ કોર્ટના કેસ વીના ફક્ત યુનીવર્સીટીના ઈજનેર દ્વારા વુડા સાથે પત્ર વ્યવહાર કરી કરોડો રૂપીયાની જમીન વેચાણ ગેરકાયદે કરી કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. સામાજીક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સીટી દ્વારા પણ 14.3 હેક્ટર જમીનની તમામ મંજુરી એન.એ રજાચીઠ્ઠી રદ કરીને પ્રજાહિતમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ હેતુ માટે કોલેજ-વિદ્યાલય બનાવવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...