ઘટસ્ફોટ:કબ્રસ્તાનનો વીડિયો મૂકતાં ધર્મગુરુ પર હુમલો કરાયો હોવાનો ઘટસ્ફોટ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલવી સમાજના ધર્મગુરુ ઇરાન ગયા ત્યારે વીડિયો ઉતાર્યો હતો

અલવી સમાજના ધર્મ ગુરુ પર ગુરુવારે સાંજે એકાએક લોંખડના સળીયા દ્વારા હુમલો થતા તેઓને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધર્મગુરુને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મગુરુ જ્યારે ઈરાન જાત્રાએ ગયા હતા ત્યારે તેઓએ કબ્રસ્તાનનો વીડીયો ઉતારીને સોશિયલ મીડીયા પર મૂક્યો હતો.

અલવી સમાજના ધર્મગુરુ ડો. ઝુલકરનૈન ભાઈ સાહેબ ગુરુવારે સાંજે પોતાના વાડી જહાંગીર પુરમાં આવેલા ક્લિનીક બંધ કરીને વ્હીકલ લેવા જઈ રહ્યા હતા. ત્યારે એક રિક્ષામાં 2 વ્યક્તિઓ પહેલેથી તેમની રાહ જોઈને બેઠા હતા. ડો. ઝુલકરનૈન ભાઈ સાહેબ જેવા જ પોતાના વ્હીકલ તરફ જતા હતા ત્યારે તે બે વ્યક્તિઓ તેમની તરફ લોંખડનો સળિયો લઈને આવ્યા હતા અને તેમના પર તૂટી પડ્યા હતા. હુમલો થતા ઝુલકરનૈન ભાઈ સાહેબ શરીરના પીઠના ભાગે અને માથાના ભાગે ગંભી ઈજાઓ થઈ હતી.

આ અંગે ઝુલકરનૈન ભાઈ સાહેબ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાવી હતી કે જ્યારે તેઓ ઈરાક-સીરીયાના પ્રવાસે ગયા હતા ત્યારે વીડીયો ઉતારીને સોશિયલ મીડીયા પર મૂક્યો હતો. વિડીયોથી તેમના સમાજના લોકોની લાગણી દુભાતા તેઓએ આ અંગે માફી પણ માંગી લીધી હતી. તેમ છતા મનદુ:ખ રાખીને મુન્ના નામના યુવક અને અન્ય 2 વ્યક્તિઓએ તેમના પર હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...