તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુપી ધર્માંતરણ કેસ:સલાઉદ્દીને ઉમરને મુંબઇની પેઢી મારફતે પૈસા મોકલ્યાનો ઘટસ્ફોટ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દિન - Divya Bhaskar
સલાઉદ્દિન
  • વડોદરાની આંગડિયા પેઢીઓ-હવાલા ઓપરેટરો સામે તપાસ જારી
  • યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પૂછપરછ

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખે તેના ટ્રસ્ટ દ્વારા મુંબઇની આંગડીયા પેઢી દ્વારા ઉમર ગૌતમની સંસ્થાને ફંડ મોકલ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ વડોદરા સહિત મધ્ય ગુજરાતના હવાલા ઓપરેટરોને ત્યાં ગુપ્ત રાહે તપાસ કરી રહી છે.

યુપી એટીએસના સુત્રોએ જણાવ્યું હતું કે શહેરના સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ વડોદરામાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતો હતો. એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું કે,યુપીના ચકચારી ધર્માંતરણ કેસમાં ઉમર ગૌતમને ફંડિંગ કરનારો સલાઉદ્દીન શેખ તેની સંસ્થા એએફએમઆઇ દ્વારા 4 વર્ષની અંદર સલાઉદ્દીનની સંસ્થા દ્વારા ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવાહ સેન્ટર અને ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું.

પોલીસ હાલ વડોદરા સહિત મધ્ય ગુજરાતના હવાલા ઓપરેટરો તથા આંગડીયા પેઢીની ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. છેલ્લા 4 દિવસથી પોલીસ આંગડીયાપેઢીઓમાં તપાસ કરી રહી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સલાઉદ્દીને મુંબઇની આંગડીયા પેઢી દ્વારા ઉમર ગૌતમની સંસ્થાને ફંડ મોકલ્યું હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે જેથી પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે. બીજી તરફ સલાઉદ્દીનના બેંક ખાતાઓ અને તેના ટ્રાંજેકશનોની પણ ઉંડી તપાસ ચાલી રહી છે.

યુપી એટીએસના સુત્રોએ જણાવ્યું હતું કે શહેરના સલાઉદ્દીન શેખ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.જેમાં કેટલાક શકમંદોના નામો પણ સામેલ હોવાનું મનાઇ રહ્યું છે.તે સ્લીપર સેલ સાથે સંકળાયેલો હતો કે કેમ તે અંગે પણ તપાસને ગહન બનાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...