તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની મહિલા ડ્રગ પેડલર:મહેજબીનના તાર અફઘાન સુધી જોડાયા હોવાનો ઘટસ્ફોટ; ઇન્દોર પોલીસે મહિલા ડ્રગ પેડલરને મુંબઇથી ઝડપી હતી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેજબીનની ફાઈલ તસવીર - Divya Bhaskar
મહેજબીનની ફાઈલ તસવીર

70 કરોડના ડ્રગકાંડમાં ઇન્દોર પોલીસે પકડેલી મૂળ વડોદરાની મહિલા ડ્રગ પેડલર મહેજબીન શેખના તાર અફઘાની ડ્રગ પેડલર સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તે અફઘાની પેડલરનો સંપર્ક કરી એમડી ડ્રગ્સ મગાવાની હોવાનું બહાર આવ્યું હતું. 70 કરોડના ડ્રગ કેસમાં પકડાયેલી મહેજબીન શેખ ઉર્ફે બાજીનો સંપર્ક અફઘાનના ડ્રગ પેડલર સાથે હતો.

તે પકડાઇ તે પહેલાં તેણે ડાર્ક વેવ કેરીયર મારફતે અફઘાનિસ્તાનના ડ્રગ પેડલર સાથે ઇન્ટરનેશનલ કોલિંગ કરી સંપર્ક કર્યો હતો, જેમાં અફઘાની પેડલરે મહેજબીન પાસે કોકીનનો જથ્થો માગ્યો હતો અને તેના બદલામાં અફઘાનની મોડીફાઇડ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા તૈયાર થયો હતો. જેથી પોલીસની સાથે એનસીબી તપાસમાં જોતરાઇ છેે. મુંબઇમાં તે પબ, બાર તથા રેવ પાર્ટીમાં ડ્રગ્સ વેચતી હતી. તે ફાર્મા કંપની ગ્લોબલ એન્ટરપ્રાઇઝની આડમાં ડ્રગ્સનું કામ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...